November 24, 2024

મહારાષ્ટ્ર ચૂંટણીમાં જીતની ઉજવણી સમયે લાગી આગ, MLA સહિત અનેક મહિલાઓ ઘાયલ

Maharashtra Assembly Election: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વિજયની ઉજવણી કરતી વખતે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં ધારાસભ્ય સહિત કેટલીક મહિલાઓ ઘાયલ થઈ હતી. આ સમયનો વીડિયો સામે આવ્યા છે.

ચૂંટણીમાં મહાયુતિએ જંગી જીત મેળવી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. મહાયુતિએ જંગી જીત પ્રાપ્ત કરી લીધી છે. મહાવિકાસ આઘાડીને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જીત બાદ કોલ્હાપુરમાંથી એક બનાવ સામે આવ્યો છે. જે બનાવના વીડિયોમાં જોઈ શકાય છે કે ચૂંટણીમાં જીતની ઉજવણી કરતી વખતે આગ ફાટી નીકળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય સહિત કેટલીક મહિલાઓ ઘાયલ થઈ છે.

આ પણ વાંચો: ધવલસિંહ ઝાલાએ DAP ખાતરની અછતને લઈને કૃષિ મંત્રીને લખ્યો પત્ર

શું છે સમગ્ર મામલો?
કોલ્હાપુર જિલ્લાના ચાંદગઢ વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતેલા ધારાસભ્ય શિવાજી પાટીલને કાર્યકરો તરફથી અભિનંદન આપવામાં આવી રહ્યા હતા. શિવાજી પાટીલની કેટલીક મહિલાઓ દ્વારા આરતી કરાઈ રહી હતી. આ સમયે મોટી માત્રામાં ગુલાલ પણ ઉડાડવામાં આવ્યો હતો. ગુલાલમાં કેમિકલ હોવાના કારણે આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે. મહિલાઓની સાથે ધારાસભ્ય શિવાજી પાટીલ પણ આ સમયે ઘાયલ થયા હતા. શિવાજી પાટીલ ભાજપના મજૂબત ઉમેદવાર હતા પરંતુ આ વખતે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે આ ચૂંટણી લડ્યા હતા. જંગી મત સાથે તેમની જીત થઈ હતી. તેમની સામે ઉભેલા રાજેશ પાટીલને તેમણે હાર આપી હતી.