November 27, 2024

પાંડેસરામાં 15 દિવસમાં હોસ્પિટલ તૈયાર કરી હતી, આરોપી નિવૃત PSI

સુરતઃ પાંડેસરામાં બોગસ તબીબો દ્વારા હોસ્પિટલ ઉભી કરવાનો મામલે નવા ખુલાસા થયા છે. માત્ર 15 જ દિવસમાં આખેઆખી હોસ્પિટલ ઉભી કરી નાંખવામાં આવી હતી.

હોસ્પિટલના ઇન્વેસ્ટર પ્રમોદ તિવારી પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પ્રમોદ તિવારી રેલવે પોલીસની નોકરીથી નિવૃત્ત PSI છે. વર્ષ 2015માં સુરત ACBએ 40 હજારની લાંચ કેસમાં ધરપકડ કરી હતી. 26 એપ્રિલ 2015ના રોજ ફોન અને રૂ.40,000ની લાંચ માંગી હતી. મોબાઇલ શોપ ચલાવનારા પાસેથી ફોન અને 40,000ની લાંચ માંગી હતી.

લાંચ કેસ થયો ત્યારે વડોદરા ડિવિઝનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ પર હતા. પ્રમોદ તિવારીએ નકલી ડોક્ટર અને બુટલેગર સાથે મળીને હોસ્પિટલ ઉભી કરી હતી. હોસ્પિટલ માટે કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન લાઇસન્સ કે પછી ફાયરની મંજૂરી લેવામાં આવી નહોતી.