November 18, 2024

હાઈવે પર ડ્રાઈવ કરો ત્યારે લેનનો કોન્સેપ્ટ સમજો, અકસ્માતથી બચી જશો

Correct Lane On Expressway: હાઈવે પર સવારી કરતા હોઈએ ત્યારે ઘણી વખત મસ્ત મસ્ત રસ્તાઓ જોવા મળે છે. એમાં પણ 4 લેન અને સિક્સ લેન જોવા મળે એટલે બાય રોડ ટ્રિપ કરનારાઓને આનંદ આવી જાય છે. નેશનલ હાઈવે કે એક્સપ્રેસ હાઈવે પર જતા હોય એ સમયે આની મજા જ કંઈક અલગ હોય છે. દેશમાં એક્સપ્રેસ વે અને હાઈવેના નિર્માણથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બન્યું છે. પરંતુ હાઈવે પર થતા અકસ્માતોની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. એક્સપ્રેસ વે પર વાહનો ખૂબ જ ઝડપે આગળ વધે છે. જેના કારણે નાની ભૂલ પણ મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. આવું ન થાય એ માટે સ્પેશ્યલ ટ્રેક અંગેની સમજ હોવી જરૂરી છે.

લેનનો કોન્સેપ્ટ સમજો
હાઇવે પર લેન બનાવવામાં આવે છે. જેથી વાહનો એકબીજા સાથે અથડાયા વગર આગળ વધી શકે. આ લેન સૂચવે છે કે વાહનોએ તેમની લેનમાં સ્પીડ જાળવી રાખે છે. જેના કારણે જુદી જુદી ઝડપે દોડતા વાહનો એકબીજા સાથે અથડાયા વગર આગળ વધે છે. જો કે, જો ડ્રાઇવરને લેન વિશે જાણ ન હોય તો અકસ્માત થઈ શકે છે. હાલમાં જ એક પોલીસ ઓફિસરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે ક્યા વાહનો કઈ લેનમાં ચલાવવા જોઈએ.

ઓવરટેક આ બાજુથી કરાય
હાઈવે અને એક્સપ્રેસ વે જેવા રસ્તાઓ પર ભારે વાહનો માટે અલગ લેન બનાવવામાં આવી છે. તેની માહિતી હાઈવેની એન્ટ્રી પર લાગેલા સાઈનબોર્ડ પર જોઈ શકાય છે. જે મુજબ રોડની ડાબી બાજુની લેન જે પીળી લાઇનની અંદર છે તે સર્વિસ લેન છે. તમે આ સમયે તમારું વાહન રોકી શકો છો. આ લેનમાં, બ્રેકડાઉનની સ્થિતિમાં વાહન પાર્ક કરી શકાય છે અથવા કોઈપણ કટોકટીના કારણે તેને રોકી શકાય છે. પીળી લાઇન પછી, રોડની ડાબી બાજુથી પ્રથમ લેન ટ્રક અને ભારે વાહનો માટે છે. આ પછી, બીજી લેન (મધ્યમ લેન) કાર, એસયુવી, મીની બસ, મીની ટ્રક જેવા હળવા વાહનો માટે છે. રસ્તાની જમણી બાજુની છેલ્લી લેન ઓવરટેકિંગ માટે છે. વધુ ઝડપે જતા વાહનોને આ લેન પરથી ઓવરટેક કરવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: કારની સર્વિસ ક્યારે કરાવવી જોઈએ? સમજો ગણિત

ડાબી બાજુથી ઓવરટેક ન કરવું જોઈએ
ઘણા લોકો વાહન ચલાવતી વખતે ગમે ત્યાંથી લોકોને ઓવરટેક કરે છે. આમ કરવાથી અકસ્માતો થઈ શકે છે. ભારતમાં, વાહનો જમણી બાજુએ સ્ટીયરિંગ સાથે જમણા હાથે ડ્રાઇવ કરે છે. તેથી, વાહનોને જમણી બાજુથી ઓવરટેક કરવાનું સલામત માનવામાં આવે છે. ઘણીવાર લેફ્ટ લેન ખાલી જોઈને ઘણા લોકો ઓવરટેક કરી નાંખે છે પછી આગળ જતા હેરાન થવાનો વારો આવે છે. ખાસ કરીને રાત્રીના સમયે ડ્રાઈવ કરનારા લોકો માટે આ ખાસ મહત્ત્વનું છે. બને ત્યાં સુધી ઓવરટેક જમણી બાજુથી જ કરવી જોઈએ.