Instagram પર મૂકેલા ફોટા-વીડિયો Googleમાં દેખાશે નહીં, કરો આ સેટિંગ
Instagram એક લોકપ્રિય શોર્ટ વિડિયો મેકિંગ અને ફોટો શેરિંગ એપ્લિકેશન છે. કરોડોની સંખ્યામાં આજે લોકો Instagramનો ઉપયોગ કરે છે. આજે અમે તમને ઈન્સ્ટાગ્રામના એવો સેટિંગ વિશે વિશે માહિતી આપવાના છીએ કે જેના થકી તમે તમારા ફોટા અને વીડિયોને ગૂગલ સર્ચમાં દેખાતા અટકાવી શકો છો.
યુઝર્સની સુરક્ષા
લાખોની સંખ્યામાં લોકો Instagramનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે કંપની યુઝર્સની સુરક્ષા લઈને નવા નવા ફિચર લાવતી રહી છે. ફરી એક વાર કંપનીએ નવું ફિચર રજૂ કર્યું છે. જેની મદદથી તમે એપ પર હાજર ફોટાને ગૂગલ સર્ચ પર દેખાતા અટકાવી શકો છો. તમારા વ્યક્તિગત ડેટાને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખવા માટે તમારે આ સેટિંગ્સ કરવાનું રહેશે.
આ પણ વાંચો: Jioએ લોન્ચ કર્યો 90 દિવસનો સસ્તો પ્લાન, મળશે આ લાભ
આ સ્ટેપ અનુસરો
સૌથી પહેલા તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલવાનું રહેશે. તમારે તમારા પ્રોફાઇલ વિકલ્પ પર જવાનું રહેશે. આ પછી તમારે 3 બિંદુઓ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તમને ઘણા ઓપ્શન જોવા મળશે. જેમાં તમારે એકાઉન્ટ પ્રાઈવસીના ઓપ્શન પર જવાનું રહેશે. આ પછી તમારે સર્ચ એન્જિન પરિણામોમાં જાહેર ફોટા અને વિડિયોને દેખાવાની મંજૂરી આપવાનો વિકલ્પ મળશે. આ સેટિંગ્સ કરવાથી તમારા ફોટા અને વીડિયો Google સર્ચ પર દેખાવાનું બંધ થઈ જશે.