November 16, 2024

સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર સફાળું જાગ્યું, હોસ્પિટલોને મેડિકલ કેમ્પ ન કરવા આપ્યા આદેશ

Surendra nagar: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. ત્યારે હવે ખ્યાતિ કાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર સફાળું જાગી ગયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી હોસ્પિટલોને મેડિકલ કેમ્પ ન કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ PMJAY યોજના હેઠળ જોડાયેલ હોસ્પિટલોને સુચના આપવામાં આવી છે. આ સિવાય જિલ્લામાં PMJAY યોજના સાથે જોડાયેલ 15 હોસ્પિટલ તપાસ હાથ ધરવામાં આવશે.

વધુમાં જણાવ્યું છે કે, સરકારી હોસ્પિટલમાં મેડીકલ કેમ્પ યોજવામાં આવશે. તેમજ સરકારી હોસ્પિટલમાં મેડિકલ કેમ્પમાં ખાનગી ડોકટર સેવા આપી શકશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોને કહ્યા વગર એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. જે બાદ તેમાથી 2 લોકોના મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઈને ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. તેમજ સરકાર દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: આગની ઘટના હૃદયદ્રાવક છે… PM મોદીએ ઝાંસી દુર્ઘટના પર વ્યક્ત કર્યો શોક