મહેસાણા PMJAY યોજના મામલે આરોગ્ય વિભાગની નોટિસમાં ચોંકાવનારો ખુલાસો
MehSana: મહેસાણા PMJAY યોજનામાં ગોટાળોના મામલે એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગની નોટિસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ભાગ્યોદય હોસ્પિટલ કડી,નૂતન જનરલ હોસ્પિટલ વિસનગર,શંકુઝ હોસ્પિટલ મહેસાણા અને લાયન્સ જનરલ હોસ્પિટલની વારંવાર ફરિયાદ મળતી હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ આ 4 હોસ્પિટલમાં PMJAY યોજનાના નિયમો નેવે મુકાયા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે.
મળતી માહિતી મહેસાણા PMJY યોજનામાં ગોટાળો કરનાર હોસ્પિટલ સામે તવાઈ બોલાવ્યા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જેને લઈને ઘણી વખત ફરિયાદ પણ કરવામાં આવી છે. જોકે, વારંવાર ફરિયાદ છતાં અત્યાર સુધી કેમ પગલાં ન લેવાયા તે એક મોટો સવાલ છે. જોકે, આ 4 હોસ્પિટલને રાજકીય છત્રછાયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. શંકુજ હોસ્પિટલને રાજકીય છત્રછાયા હોવાને કારણે પગલાં નથી લેવાયા. અત્યાર સુધી અનેક ફરિયાદ મળી હોવાની પણ હકીકત આરોગ્ય વિભાગે સ્વીકારી છે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશનકાંડમાં વધુ એક ખુલાસો, 17માંથી 12 દર્દીઓને બ્લોકેજ નહોતું