November 15, 2024

પૂર્વ આરોગ્યમંત્રી નીતિન પટેલે લીધી ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત, મૃતકના પરિવારજનોને આપી સાંત્વના

Ahmedabad: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદકારીની ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ વચ્ચે હવે પૂર્વ આરોગ્યમંત્રી નીતિન પટેલે ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. સાથે જ સરકાર યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર પૂર્વ આરોગ્યમંત્રી નીતિન પટેલે ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નીતિન પટેલે સારવાર લઈ રહેલા દર્દીના ખબર અંતર પૂછ્યા અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી. જોકે, આ સમગ્ર મામલે નીતિન પટેલે વિગતો મેળવી છે. નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, સરકાર યોગ્ય કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: કોંગ્રેસ આયુષ્માન ભારત પર રાજનીતી કરવાનું બંધ કરે, ખ્યાતિ હોસ્પિટલ મામલે શ્રદ્ધા રાજપૂતે આપ્યું નિવેદન

ખ્યાતિ હોસ્પિટલની બેદકારીને લઈને બે લોકોના મોત નીપજ્યા હતા. જે બાદ તંત્ર દોડતું થયું છે. આ વચ્ચે રાજકીય નેતાઓની પણ પ્રતિક્રિયા આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી આવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કડી તાલુકાના બોરીસણા ગામનો બનાવ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી. જે બાદ ફ્રી સારવાર માટે અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જાણ કર્યા વગર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા અને હાલ જેમાથી બે લોકોના મોત થતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે.