November 15, 2024

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ -ઋષિકેશ પટેલ

Ahmedabad: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ રાજ્યભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હોસ્પિટલમાં બે લોકોના મોત બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા છે. તેમજ જણાવ્યું છે કે, અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. આ સિવાય કહ્યું છે કે હોસ્પિટલ અને તબીબો સામે કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જાણ કર્યા વગર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા અને હાલ જેમાથી બે લોકોના મોત થતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે. જે બાદ તંત્ર એકશન મોડમાં છે. આ વચ્ચે હવે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે x પર પોસ્ટ શેર કરી તપાસના આદેશ આપ્યા છે તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે.

તેમણે X પોસ્ટ કરતા લખ્યું છે કે, અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ છે. PMJAY-મા યોજના હેઠળના રાજ્ય એન્ટિ-ફ્રોડ યુનિટ (SAFU)ને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ તપાસમાં તબીબી બેદરકારી જણાશે તો હોસ્પિટલ અને તબીબો સામે ગુનો નોંધીને ધરપકડ કરી જરુરી પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી આવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કડી તાલુકાના બોરીસણા ગામનો બનાવ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી. જે બાદ ફ્રી સારવાર માટે અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જાણ કર્યા વગર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા અને હાલ જેમાથી બે લોકોના મોત થતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ સરકારની લાલઆંખ, ડોક્ટરોનું તત્કાલ અસરથી કરવામાં આવ્યું સસ્પેન્શન