Test Series: જીતનાર ટીમને મળશે આ ટ્રોફી, દુર્ઘટના સાથે છે તેની કહાની
NZ vs SA: ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. આ શ્રેણીની પ્રથમ મેચ 04 ફેબ્રુઆરીથી રમવામાં આવશે. બંને ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થાન જાળવી રાખવા માટે સારી એવી અપેક્ષા છે. દક્ષિણ આફ્રિકાની ખાસ વાત એ છે કે આ શ્રેણી તેણે આખી યુવા ટીમની પસંદગી કરી છે. આ તમામ બાબતો વચ્ચે ન્યૂઝીલેન્ડ ક્રિકેટે આ શ્રેણી માટે વિશેષ ટ્રોફીની જાહેરાત કરી છે. જે વિજેતા ટીમ બનશે તે આપવામાં આવશે, પરંતુ આ ટ્રોફીની ખાસ વાત એ છે કે આ ટ્રોફી એક મોટી દુર્ઘટના સાથે સંબંધિત છે.
ખાસ ટ્રોફીની કરી જાહેરાત
ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ટેસ્ટ સીરીઝ માટે ટાંગીવાઈ શિલ્ડ નામની ટ્રોફીની જાહેરાત કરાઈ છે. વર્ષ 1953ની તાંગીવાઈ ટ્રેન દુર્ઘટનાના 70 વર્ષની યાદમાં ટ્રોફી બનાવામાં આવી હતી. આ દુર્ઘટનામાં 151 લોકોના મોત થયા હતા. તમને જણાવી દઈએ ન્યૂઝીલેન્ડના ઈતિહાસમાં આ દુર્ઘટનાને સૌથી ખરાબ માનવામાં આવે છે. આ ટ્રેન દુર્ઘટનામાં 151 લોકોના મોત થયા હતા જેમાં પૂર્વ કિવી ફાસ્ટ બોલર બોબ બ્લેરની પત્ની પણ હતી. આ દુર્ઘટના 24 ડિસેમ્બર 1953ના રોજ જ્યારે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની શ્રેણીની બીજી ટેસ્ટ રેઈનબો નેશનમાં રમાઈ રહી હતી ત્યારે થયો હતો.
આ પણ વાચો: વડાપ્રધાન મોદીને મળ્યા રોહન બોપન્ના, ભેંટમાં આપી આ ખાસ ગિફ્ટ
ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમ
આ સિઝનમાં પણ ટીમ ઈન્ડિયાએ દર વખતની જેમ પોતાનું જોરદાર પ્રદર્શન કર્યું હતું. ગ્રુપ સ્ટેજની 1લી મેચમાં ભારતે બાંગ્લાદેશને 84 રનથી હરાવ્યું, ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં ભારતે આયર્લેન્ડને 201 રનથી હરાવ્યું, ગ્રુપ સ્ટેજની 3જી મેચ ભારતે અમેરિકાને 201 રનથી હરાવ્યું હતું અને સુપર 6 ની પહેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 214 રનથી હરાવ્યું હતું. સુપર 6 ની બીજી મેચમાં ભારતે નેપાળને 132 રને હરાવ્યું. હવે સેમીફાઈનલમાં જોવાનું રહ્યું કે કોને જીત મળે છે. ભારતીય ટીમને સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે.
સેમિફાઇનલમાં સામનો
જો પાકિસ્તાનની ટીમ આજની મેચમાં બાંગ્લાદેશ સામે જીતશે તો તેને પણ 8 પોઈન્ટ મળશે, પરંતુ ટીમ ઈન્ડિયાને હરાવવા માટે તેને મોટા અંતરથી જીતવું પડશે. જેથી તેમનો નેટ રન રેટ ભારત કરતા સારો બને. જો તેઓ આમ કરી શકશે નહીં તો સેમિફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. બીજી તરફ, જો બાંગ્લાદેશની ટીમ આ મેચ જીતે છે તો તેને સેમિફાઇનલમાં પહોંચવા માટે પણ મોટી જીત મેળવવી પડશે કારણ કે તેની ટીમ 4 પોઈન્ટ અને +0.348 નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.
આ પણ વાચો: IND vs ENG: ગઈકાલ સુધી ખેલાડીઓને પાણી પીવડાવતો,આજે ઈંગ્લેન્ડની ટીમને હંફાવશે