November 15, 2024

ભારતીય ટીમમાં પસંદગી બાદ સરફરાઝની પ્રથમ પ્રતિક્રિયા

નવી દિલ્હી: સરફરાઝ ખાને છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયામાં તેની પસંદગી ન થવાને કારણે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે સરફરાઝને આખરે ટીમ ઈન્ડિયાનો હિસ્સો બનાવી દેવામાં આવ્યો છે. બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલ વીડિયોમાં સરફરાઝ ખાને જણાવ્યું હતું કે ભારતીય ટીમમાં તેની પસંદગી થયા બાદ તેના પરિવારના સભ્યો ખૂબ જ ભાવુક થઈ ગયા છે.

વિશ્વાસ ન આવ્યો
સરફરાઝ ખાન ઈંગ્લેન્ડ લાયન્સ સામે ચાલી રહેલી ચાર દિવસીય મેચમાં ભારતીય A ટીમ તરફથી રમી રહ્યો હતો. આ મેચ પુરી થયા બાદ જ તેને ફોન દ્વારા સિનિયર ટીમમાં તેની પસંદગીના સમાચાર મળ્યા હતા. આ સમયે સરફરાઝ રણજી ટ્રોફી રમવા માટે તૈયાર થઈ રહ્યો હતો અને તેણે પોતાની બેગ પણ તૈયાર કરી દીધી હતી. આ બાદ અચાનક તેને કોલ આવ્યો જેમાં તેને ખબર પડી કે તેની પંસદગી કરવામાં આવી છે. ફોન આવતા તેને આ વાત કહેવામાં આવી પરંતુ સરફરાઝને આ સમાચાર પર બિલકુલ વિશ્વાસ થયો ના હતો. સરફરાઝે કહ્યું કે મને ફોન આવ્યો ત્યારે મારા માતા પિતા ગામમાં હતા તેમને મે ફોન કરીને આ માહિતી આપે ત્યારે તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. મારું એક જ સપનું છે જેમાં મારા પિતા મને ભારતીય ટીમ માટે રમતા જોવા માંગે છે. ટીમમાં પસંદગી થયા બાદ હવે મને લાગે છે કે મેં અત્યાર સુધી કરેલી મહેનતનું પરિણામ મળી રહ્યું છે અને હું તેનાથી ઘણો ખુશ છું.

આ પણ વાચો: ગુજરાતની ટીમને મોટો ફટકો, આ ખેલાડી WPL 2024 નહીં રમે

હું ભાવુક થઈ જાઉં છું
સરફરાઝ ખાન લાંબા સમયથી ભારતીય ટીમમાં પોતાની જગ્યા માટે દાવો કરી રહ્યો હતો, પરંતુ તેને તક મળી રહી ન હતી. સરફરાઝે આ અંગે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું કે ટીમમાં સામેલ થવાની તેની રાહ વિશે વિચારીને હું ભાવુક થઈ જઈશ અને મારા આંખમાંથી આંસુ વહી જશે. આ સમયે સરફરાઝે એક વાત કહી જેમાં તેમણે કહ્યું કે મારા પિતા કહેતા હતા કે તમે માત્ર મહેનત કરતા રહો અને તમને આગળ વધતા કોઈ રોકી શકશે નહીં. આ મારા પિતાની સાથે મારા માટે પણ ગર્વની વાત છે કે હું એવા દેશની રાષ્ટ્રીય ટીમનો ભાગ બન્યો છું જ્યાં કરોડો લોકો આ રમતને પ્રેમ કરે છે. હું પણ મારા પિતા માટે ખૂબ જ ખુશ છું.

આ પણ વાચો: જય સતત ત્રીજાવાર બન્યા ACCના શહેં ‘શાહ’, શુભેચ્છાઓની સુનામી