December 26, 2024

India Cements: સિમેન્ટ બનાવતી કંપનીમાં EDના દરોડા, FEMAના ઉલ્લંઘનનો કેસ

ચેન્નાઇ: ચેન્નાઇમાં ઇન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડના બે ઓફિસો અને દિલ્હીમાં એક ઓફિસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ બુધવારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ દરોડા પાડ્યા હતા. માહિતી અનસાર ઇડીએ વિદેશી મુદ્રા ઉલ્લંઘન કેસની તપાસના સંદર્ભમાં ચેન્નાઈમાં એક અગ્રણી સિમેન્ટ ઉત્પાદક કંપનીની ઓફિસ પર દરોડા પાડ્યા છે.

ચેન્નાઈ અને દિલ્હીની ઓફિસોમાં દરોડા
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ બુધવારે ચેન્નાઈમાં ઈન્ડિયા સિમેન્ટ લિમિટેડના બે પરિસર અને દિલ્હીમાં એક ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા બાદ કંપનીએ કહ્યું કે તેણે આ તપાસમાં એજન્સીને સહકાર આપ્યો છે. વધુમાં કહ્યું કે “એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ બુધવાર અને ગુરુવારે ચેન્નાઈમાં અમારી કોર્પોરેટ ઓફિસની મુલાકાત લીધી હતી.” એજન્સીએ FEMA સાથે સંકળાયેલી કોઈ ગેરરીતિઓ છે કે કેમ તે શોધવા માટે તપાસ કરી હતી. અમે એજન્સી દ્વારા પૂછવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો આપ્યા છે. અમને આશા છે કે આ તપાસની કંપની પર કોઈ અસર નહીં થાય.

આ પણ વાંચો :  હેમંત સોરેનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

550 કરોડ વિદેશ મોકલવાનો મામલો
મળતી માહિતી અનુસાર આ તપાસ ઈન્ડિયા સિમેન્ટ્સના સહયોગી ઈન્ડિયા સિમેન્ટ્સ કેપિટલ લિમિટેડ (ICCL)ના લગભગ રૂ. 550 કરોડના ફંડના વિદેશી ટ્રાન્સફર સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે એજન્સી કેટલાક કથિત શંકાસ્પદ એજન્ટો અને નિર્દેશકોની ભૂમિકાની તપાસ કરી રહી છે. ICCL ફોરેન એક્સચેન્જ, મની ટ્રાન્સફર, ટ્રાવેલ ઈન્સ્યોરન્સ જેવા ક્ષેત્રોમાં કામ કરે છે.

કંપનીની સ્થાપના 1946માં થઈ હતી
ઇન્ડિયા સિમેન્ટ્સની અધિકૃત વેબસાઇટ અનુસાર કંપનીએ વર્ષોથી સિમેન્ટને તેનો મુખ્ય આધાર બનાવ્યો છે અને શિપિંગ અને કોલ માઇનિંગ જેવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે. કંપનીની સ્થાપના 1946માં થઈ હતી.