અમદાવાદમાં 9 મહિનામાં ગુનાખોરીનો આંક ઘટ્યો: શહેર પોલીસ કમિશનર
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ શહેરના કાયદા વ્યવસ્થાને લઈને પોલીસ કમિશનર જી.એસ. મલિકે ખુલાસા કર્યા છે. છેલ્લા 9 માસમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટ્યું 86% ઘટ્યું હોવાના દાવા કર્યા છે. 2023ના વર્ષ કરતા 2024ના વર્ષમાં દરેક ગુનામાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં સપ્ટેમ્બર 2023 સુધીમાં હત્યાનો આંકડો 86 હતો, જે ઘટીને 2024માં 61 થયો છે.
આજ પ્રકારે હત્યાના પ્રયાસના કેસ ગયા વર્ષે 78 હતા જે ઘટીને 71 થયા છે. એટલે 8.79 ટકા ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ઘરફોડ ચોરી, ધાડ અને રાયોટિંગના ગુનામાં પણ જંગી ઘટાડો નોંધાયો છે. જે કાયદા વ્યવસ્થાની સ્થિતિને કાબુમાં રાખી છે. કારણ કે 2023માં 2811 ચોરીના કેસ નોંધાયા હતા. જે ઘટીને 1170 થયા છે એટલે કે 29.39 ટકા ગુનાઓ ઘટયા છે. પોલીસ કમિશ્નર જી એસ મલીકએ અમદાવાદ માં ગુનાખોરી નિયંત્રણ માં હોવાના ખુલાસા કર્યા છે ત્યારે દારૂ મહેફિલમાં વિડિઓ વાયરલ થનાર 4 પોલીસ કમિશ્નરને સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે.