November 16, 2024

રાજકોટમાં બિલ્ડરે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ, કરોડોના ઘરમાં સુવિધાના નામે મીંડુ

રાજકોટઃ શહેરમાં ઉદ્યોગપતિઓ સાથે બિલ્ડરે મોટી છેતરપિંડી આચરી છે. કરોડો રૂપિયાના ફ્લેટમાં સુવિધાના નામે મીંડુ જોવા મળ્યું છે. રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડ પર આવેલા એક સ્કિમના બિલ્ડરે છેતરપિંડી આચરી છે.

બિલ્ડરે કરોડો રૂપિયાના ફ્લેટમાં સુવિધાઓના વાયદાઓ કર્યા હતા. તેવી કોઈ જ પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી. ધ ફ્લોરેન્જા પ્રોજેક્ટનો કોઈ એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો નથી. બેઝમેન્ટ પાર્કિંગ નહીં, લિફ્ટ બંધ હાલતમાં છે. રિસેપ્સનના સુવિધાઓ નથી, ગાર્ડન અને સ્વિમિંગ પુલમાં સુવિધાના નામે મીંડુ છે. પાણી લીકેજ, ક્લબ હાઉસમાં સુવિધાઓ નહીં સહિત અનેક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે.

ફ્લોરેન્જા પ્રોજેકટ શ્રીધર ઘોડાસરા, મનોજ કાલરીયા અને મેહુલ ઘોડાસરા અને રાહુલ કાલરીયા, ધવલ હદવાણી નામના બિલ્ડર દ્વારા બનાવવામાં આવ્યો છે. પ્રોજેક્ટ લાડાણી ગ્રૂપ અને સ્મિત કનેરીયા ગ્રૂપ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગાર્ડન ક્લાસિક રિયાલિટી દ્વારા બનાવવામાં આવ્યો છે. છેલ્લા સાત વર્ષથી કામ ચાલુ છે છતાં પૂર્ણ થયું નથી.

બિલ્ડરો દ્વારા લોભામણી જાહેરાત કરવામાં આવે પરંતુ સુવિધાઓના નામે મીંડું જોવા મળ્યું છે. આ પ્રોજેકટમાં નામાંકિત ડોક્ટરો, ઉદ્યોગપતિઓ વસવાટ કરે છે. છેલ્લા પાંચ કે છ વર્ષથી અહીં લોકો વસવાટ કરે છે. ફાયર સેફ્ટીના સાધનો પણ ધૂળ ખાઈ રહ્યા છે. 50 ફ્લેટના પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 18 પરિવારો એક વર્ષથી અહીં રહેવા માટે આવ્યા છે. ફ્લેટધારકો દ્વારા રેરામાં પણ અરજી કરવામાં આવી છે.