November 15, 2024

હળદરવાળા દૂધના ગેરફાયદા તમે જાણો છો? આ લોકોએ તો પીવું જ નહીં

Haldi Doodh: ઘણી બધી સમસ્યામાં હળદરવાળું દૂધ લોકો પીતા હોય છે. જે તમારા સ્વાસ્થ્યને ઘણી સારી રીતે સુધારી શકે છે. ઘણા લોકો માટે આ હળદરવાળું દૂધ ફાયદાકારક છે. તો ઘણા લોકો માટે તે નુકસાનકારક છે તમે તેના વિશે જાણો છો? ચાલો જાણીએ કે કયા લોકોએ હળદર વાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ.

આંતરડાના સ્વાસ્થ્ય પર અસર
જે લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ હોય તે લોકોએ હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં. હળદરના દૂધમાં રહેલા તત્વો તમારી સમસ્યામાં વધારો કરી શકે છે. ડાયાબિટીસ જેવી સમસ્યા હોય તો પણ હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં. જોકે કોઈ પણ તમને બિમારી હોય તમારે ડૉક્ટરની સલાહ લીધા વિના હળદરવાળું દૂધ ન પીવું જોઈએ.

બ્લડ પ્રેશરના દર્દીઓ
જે લોકોને લો બ્લડ પ્રેશર રહેતું હોય તો હળદરવાળું દૂધ પીવું જોઈએ નહીં. તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમને હળદરની કે પછી દૂધની એલર્જી હોય તો પણ તમારે તમારા ડાયટ પ્લાનમાં હળદરવાળા દૂધનો સમાવેશ કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ
આયુર્વેદ પ્રમાણે તમારે વરસાદની સિઝનમાં પણ હળદરવાળું દૂધ પીવાનું ટાળવું જોઈએ. અથવા તમે રોજ હળદરવાળા દૂધનું સેવન કરો છો તો તમારે માત્રામાં કરવું જોઈએ. વધારે પડતું સેવન તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

(કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડૉક્ટરની સલાહ લો)