મહાદેવ સટ્ટાબાજીની એપના માલિકની દુબઈમાં ધરપકડ, ભારત લાવવાની પ્રક્રિયા શરૂ
Mahadev Betting App Case: મહાદેવ સટ્ટાબાજી કૌભાંડના પ્રમોટર સૌરભ ચંદ્રાકરની ધરપકડ કરાઈ છે. રેડ કોર્નર નોટિસના આધારે તેની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. EDએ વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે મળીને આ કાર્યવાહી કરી છે.
સૌરભને ભારત લાવવામાં આવશે
સૌરભને 10 દિવસની અંદર ભારત લાવવામાં આવશે. EDની કાર્યવાહી પર 2023માં પોલીસે તેની દુબઈથી અટકાયત કરવામાં આવી હતી. આ પછી તેને નજરકેદ કરવામાં આવ્યો હતો. હવે તમામ ઔપચારિકતાઓ પુરી થઈ ગઈ છે. હવે આગામી દિવસમાં તેને ઈન્ડિયા મોકલી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ મહાદેવ એપ કેસમાં કેટલાક નેતાઓના નામ પણ સામે આવ્યા હતા.
આ પણ વાંચો: દેશના આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, જાણો કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ
મહાદેવ બેટિંગ એપ શું છે?
મહાદેવ સટ્ટાબાજીની એપ ઘણી વેબસાઈટ દ્વારા ઓપરેટ કરી શકાય છે. આ એપ પર લોકો પોતાના કોન્ટેક્ટ નંબર આપીને પૈસાનું રોકાણ કરી શકે છે. મહાદેવ બુકની વેબસાઈટ દ્વારા ભારતમાં પોકર, પત્તાની રમતો, ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ મેચો પર પૈસા મૂકવામાં આવે છે. દરેક એપની જેમ લોકો કમાણીના લોભના કારણે આ એપમાં પણ પૈસા રોકે છે. આ કેસમાં ઘણા હાસ્ય કલાકારો, ગાયકો, અભિનેતાઓ EDના રડાર પર હતા. એપના કો-પ્રમોટર સૌરભ ચંદ્રાકર સાથેના સંબંધોના કારણે આ તમામ નેતાઓ અને સેલિબ્રિટીઓના નામ ચર્ચામાં આવ્યા હતા. ગયા વર્ષમાં આ કેસને લઈને ભોપાલ, કોલકાતા, મુંબઈમાં દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે આ એપનું મેન હેડક્વાર્ટર UAEમાં આવેલું છે.