December 11, 2024

વડોદરામાં ફરીવાર સગીરા સાથે દુષ્કર્મ, વિધર્મી આરોપીની ધરપકડ

વડોદરાઃ શહેરના ભાયલી વિસ્તારમાં બીજા નોરતે બનેલી દુષ્કર્મની ઘટનાના પડઘાં હજુ સમ્યા નથી ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. જેમાં સગીરા પર વિધર્મીએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ સતત ટોર્ચર કરતો હતો. આ મામલે પોલીસે ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરામાં રહેતી 12 સાયન્સની વિદ્યાર્થિની પર વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું છે. માંજલપુરના ગરબા મેદાનમાં સાથે ગરબા રમવા માટે અને ફોટા પડાવવા માટે સગીરાને સતત ટોર્ચર કરતો હતો. ત્યારે સગીરાની માતાએ વિધર્મી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી વાજિદશા દિવાનની ધરપકડ કરી છે.

આરોપી મકરપુરા ગામનો રહેવાસી છે. તેણે ગયા મહિને મિત્રના ઘરે લઈ જઈને જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું. સગીરા માંજલપુરમાં જ્યા ગરબા રમવા માટે જાય છે. ત્યાં આરોપી પહોંચી જતો હતો. પોલીસ સમક્ષ નિવેદન નોંધાવતી વખતે સગીરા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.