અલવિદા ‘રતન’: રતન ટાટા પંચતત્વમાં વિલીન થયાં, અંતિમ સંસ્કારમાં ભીડ ઉમટી
Ratan Tata Death News: દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ના નિધન પર વિશ્વભરની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજ્યોમાં એક દિવસનો રાજ્ય શોક મનાવવામાં આવ્યો હતો. પીએમ મોદી (PM Modi)એ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રતન ટાટાના પાર્થિવ દેહને સવારે 10 વાગ્યાથી NCPA ખાતે દર્શન માટે રાખવામાં આવ્યો હતો. મોટી હસ્તીઓ ટાટાને યાદ કરીને ભાવુક થઈ રહી છે. દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર મુંબઈના વરલી સ્મશાનભૂમિ ખાતે પૂર્ણ કરવામાં આવ્યા છે. રતન ટાટાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ સહિત વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાના મુંબઈના વરલી સ્મશાનગૃહમાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
#WATCH दिग्गज उद्योगपति रतन टाटा का मुंबई के वर्ली श्मशान घाट पर राजकीय सम्मान के साथ अंतिम संस्कार किया जा रहा है। pic.twitter.com/LIeNnZCyD4
— ANI_HindiNews (@AHindinews) October 10, 2024
અમિત શાહે શ્રદ્ધાંજલિ આપી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી. તેઓ ભારત સરકાર વતી રતન ટાટાના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપશે. રતન ટાટાના અંતિમ સંસ્કારમાં અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજરી આપશે. રતન ટાટાના અંતિમ સંસ્કાર વરલી સ્મશાન ભૂમિમાં સાંજે 4 વાગ્યે શરૂ થશે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ શ્રદ્ધાંજલિ આપી હતી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણીએ રતન ટાટાના પાર્થિવ દેહના દર્શન કર્યાં અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રતન ટાટાના અંતિમ સંસ્કાર ટૂંક સમયમાં વરલી સ્મશાનભૂમિમાં કરવામાં આવશે.
#WATCH | Mumbai: Reliance Industries Chairman Mukesh Ambani, Founder-Chairperson of Reliance Foundation Nita Ambani pay last tributes to Ratan Tata in Mumbai. pic.twitter.com/swCd0E19kB
— ANI (@ANI) October 10, 2024
આ દેશ માટે મોટી ખોટ છે : કુમાર મંગલમ બિરલા
આદિત્ય બિરલા ગ્રૂપના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ જણાવ્યું હતું કે, “આ દેશ માટે મોટું નુકસાન છે. માત્ર કોર્પોરેટ ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે. તેમના કામની અસર અપ્રતિમ છે. આપણે તેમના કામની સમૃદ્ધિ દ્વારા તેમને યાદ કરવા જોઈએ. અમે ઘણા વર્ષો પહેલા ઘણી વાર મળ્યા હતા – તે શાંત, કરકસર અને હંમેશા દેશના હિતમાં વિચારતા હતા.”
#WATCH | Mumbai | Aditya Birla group chairman Kumar Mangalam Birla says, "It's a great loss for the country – not just for corporate India but the country as a whole. The impact of his work is quite unparalleled. We should remember him through the richness of his work. We met… https://t.co/hGJVsJhBJn pic.twitter.com/cwSuXu1HpX
— ANI (@ANI) October 10, 2024
રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ
રતન ટાટાના નિધન બાદ તેમને ભારત રત્ન આપવાની માંગ ઉઠી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યા છે. તેમને પહેલા પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર કેબિનેટે આ વિષય પર ઠરાવ પસાર કર્યો છે. આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર સરકાર સ્વર્ગસ્થ રતન ટાટાને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત કરવા કેન્દ્રને વિનંતી કરશે. મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ જાહેરાત કરી હતી કે ઉદ્યોગપતિ રતન ટાટાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
#WATCH | Maharashtra CM Eknath Shinde along with Deputy CM Devendra Fadnavis pay last tributes to Ratan Tata in Mumbai. pic.twitter.com/5cTdqGA6nV
— ANI (@ANI) October 10, 2024
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસે શ્રદ્ધાંજલિ આપી હતી
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદે અને નાયબ મંત્રી મંત્રી દેવેન્દ્ર ફડણવીસે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી હતી. મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ કરી છે. આ સાથે, મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે કે રતન ટાટાના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવશે.
પીએમ મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી
રતન ટાટાના નિધન બાદ પીએમ મોદીએ નોએલ ટાટા સાથે વાત કરી અને શોક વ્યક્ત કર્યો. રતન ટાટાના ભાઈ નોએલ ટાટા આઇરિશ બિઝનેસમેન છે. જોકે તેનો જન્મ ભારતમાં જ થયો હતો.
અમેરિકન રાજદૂતે શ્રદ્ધાંજલિ આપી હતી
ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટીએ લખ્યું, “ભારત અને વિશ્વએ એક વિશાળ હૃદય સાથે એક દિગ્ગજ ગુમાવ્યો છે. જ્યારે મને એમ્બેસેડર તરીકે સેવા આપવા માટે નામાંકિત કરવામાં આવ્યો, ત્યારે ભારતમાંથી સૌપ્રથમ શુભેચ્છા રતન ટાટા તરફથી આવી, જેમણે યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના બોર્ડમાં રહીને મારા વતનની ખૂબ જ સેવા કરી હતી. તેમણે તેમના દેશ માટે વધુ સમૃદ્ધિ અને સમાનતાનું ભવિષ્ય જોયું અને આપણા વિશ્વ માટે ઘણું કર્યું. તેમની સ્મૃતિ અને આશીર્વાદ જળવાઈ રહે.”
નેપાળના વડા પ્રધાને શોક વ્યક્ત કર્યો
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શોક વ્યક્ત કર્યો અને લખ્યું, “ઉદ્યોગના સાચા દિગ્ગજ રતન ટાટાના નિધનથી ખૂબ જ દુઃખ થયું. વ્યાપાર તેમજ પરોપકારમાં તેમનું સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ ભારતની બહાર મોટી સંખ્યામાં લોકોના જીવનને સ્પર્શતું હતું. તેમનો વારસો અને સમાજ પર સકારાત્મક અસરનું સન્માન કરવામાં આવશે.”
#WATCH | Mumbai | Mortal remains of veteran industrialist Ratan N Tata kept at NCPA lawns for the public to pay their last respects pic.twitter.com/9YlcsHgo1u
— ANI (@ANI) October 10, 2024
રતન ટાટાના પાર્થિવ દેહને NCPA લૉનમાં રાખવામાં આવ્યો
રતન એન ટાટાના પાર્થિવ દેહને NCPA લૉનમાં લોકોના અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા. સામાન્ય લોકો ગેટ નંબર ત્રણથી લૉનની અંદર જઈ શકે છે અને રતન ટાટાના પાર્થિવ દેહના દર્શન કરી શકે છે.