December 17, 2024

નવરાત્રિમાં હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી, જાણો શું કહ્યું…

અમદાવાદઃ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. તેમણે જણાવ્યુ છે કે, અમદાવાદમાં આવતા 24 કલાકમાં કોઈ વરસાદની શક્યતા નથી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ‘સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદ રહેશે નહીં. સુરત બાજુ હળવો વરસાદ રહી શકે છે. પાછલા 24 કલાકમાં અમદાવાદનું 34.2 ડિગ્રી તાપમાન હતું. અમદાવાદમાં છૂટાછવાયાં વાદળ જોવા મળશે. હાલમાં ગુજરાતમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી.’

અમદાવાદના તાપમાન અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ‘અમદાવાદમાં આજે 33 ડિગ્રી તાપમાન રહેશે. બે-ત્રણ દિવસ પછી તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.’