સૂર્ય ગ્રહણ બાદ નવરાત્રિનો પ્રથમ દિવસ, આ 5 વસ્તુના દાનથી થશે લાભ
Surya Grahan 2024: જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્રમા આવી જાય છે તો ચંદ્રની પાછળ સૂર્યનો બિંબ થોડા સમય માટે સંતાઈ જાય છે. આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવમાં આવે છે. આ ખગોળ વિજ્ઞાનની મહત્ત્વપૂર્ણ ઘટનામાંથી એક છે. જેને હિન્દુપ ધર્મમાં અશુભ માનવામાં આવે છે. આ વર્ષે 2 ઓક્ટોબર 2024ના રોજ વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ થશે. આ ગ્રહણ 9 વાગીને 13 મિનિટે શરૂ થશે અને 3 ઓક્ટોબરે સવારે 3 વાગીને 17 મિનિટે સમાપ્ત થશે. આ દિવસે પિતૃ અમાવસ્યા પણ છે. જે પૂર્વજોના શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાનનો છેલ્લો દિવસ છે. તેના બીજા દિવસે 3 ઓક્ટોબર 2024થી નવરાત્રિની શરૂઆત થશે. આવામાં ગ્રહણ બાદ નવરાત્રિના પ્રથણ દિવસે દાન કરી શકાય છે. આથી પરિવારમાં સુખ-સમૃદ્ધિનો વાસ અને આર્થિક લાભ થશે. આવામાં આવો દાન વિશે જાણીએ.
- આ 5 વસ્તુનું દાન કરો
ગ્રહણ સમાપ્તિ બાદ સ્નાન જરૂર કરવું જોઈએ. તેના પછી કોઈ જરૂરીયાતમંદ વ્યક્તિને ચણા અને ઘઉંનું દાન કરી શકાય છે. આ દરમિયાનવ તમે ગોળ, દાળ અને સફેદ વસ્તુનું પણ દાન કરી શકો છો. તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. - ગ્રહણ પૂર્ણ થતા જ નવરાત્રિ શરૂ થશે. આવામાં તમે બેસનના લાડુ અને પેડાનું પણ દાન કરી શકો છો. માન્યતા છે કે, આથી ઘરમાં સુખૃસમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.
- ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિમાં પરિણીત મહિલાઓને લાલ બંગડી તથા સુહાગનો સામાન આપવો જોઈએ. આથી માતા રાણી ખુબ જ પ્રસન્ન થાય છે.
- આ દરમિયાન કન્યાઓને નવી ચુંદડી તથા પુસ્તક પણ દાન કરી શકાય છે. આથી દુ:ખ અને દરિદ્રતા દૂર ભાગે છે. માન્યતા છે કે નવરાત્રિમાં પીળા વસ્ત્રો દાન કરવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે.
- હિન્દુ ધર્મમાં કેળાનું દાન કરવું પણ ફાયદાકારક છે. તમે નવરાત્રિના પ્રથમ દિવસથી લઈ નવ દિવસ સુધી કેળાનું દાન કરી શકો છો. આથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ ઘરમાં બરકત અને ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે.
ડિસ્કલેમર: આ લેખ લોક માન્યતાઓ પર આધારિત છે. અહીંયા આપવામાં આવેલી સુચના માટે ન્યૂઝ કેપિટલ ગુજરાત જવાબદાર નથી.