January 25, 2025

સોનગઢ ખાતે રાજ્યકક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ વિવિધ કાર્યક્રમોની ઝાંખી યોજાઈ

તાપી: 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી જિલ્લા ખાતે યોજાવાની છે, આ ઉજવણીના ભાગરૂપે પોલીસ દ્વારા જુદા જુદા કાર્યક્રમોની ઝાંખી આજે સોનગઢ ખાતે કરવામાં આવી હતી.

પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈ તંત્ર મહિનાઓથી સતર્ક થઈને કામગીરીમાં જોતરાયું છે, રાષ્ટ્રીય કાર્યક્રમ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાય તેને ધ્યાનમાં રાખીને કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા આ દિવસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજશે. જેના ભાગરૂપે એક મીની પરેડનું આયોજન કરાયું હતું. જેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.