January 22, 2025

કમઢીયા સરકાર તરીકે પ્રસિદ્ધ ધવલ ભુવાજી ની ધરપકડ

Rajkot Crime: કામઢીયા સરકાર તરીકે ઓળખાતા ધવલ ભુવા સહિત 7 ને રુલર LCBએ જુગાર રમતા ઝડપ્યા છે. લોધિકાના રાવકી ગામની વાડીમાંથી પોલીસે રેડ કરી હતી. ધવલ ભુવા સહિતના આરોપીઓ પાસેથી પોલીસે 16.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર: ટ્રેનમાં આગની અફવાથી મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા, અનેક લોકોના મોત

16.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
એક સમય એવો હતો કે તહેવારના સમયે જ જુગાર લોકો રમતા હતા. પરંતુ હવે લોકોએ આ રમતમાં જીંદગી દાવે લગાડી દીધી હોય તેવું જોવા મળે છે. કારણ કે તહેવાર હોય કે નહીં રોજ ઘણા લોકો જુગાર રમે છે. રાજકોટમાં કામઢીયા સરકાર તરીકે ઓળખાતા ધવલ ભુવા સહિત 7 ને રુલર LCBએ દબોચી લીધા છે. પોલીસે 16.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.