રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે કેવડીયા આવશે 600 IAS-IPS અધિકારીઓ
પ્રવિણ પટવારી, નર્મદા: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે અહીંયા 600થી IAS અને IPS સનદી અધિકારીઓ આવનાર છે. તેઓ માટે 30 અને 31 કેવડિયા ખાતે મોટો કાર્યક્રમ યોજવાનો છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમની અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે.
સમગ્ર કેવડીયા કોલોનીને દુલ્હનની જેમાં સજાવવામાં આવી રહી છે. ઠેર ઠેર પીએમ મોદીના અનેક બેનરો લગાડવામાં આવ્યા છે. અહીંયા ટ્રેનિંગ 600થી વધારે જે IAS અધિકારીઓ આવનાર છે તેઓ માટે લબાસણા થી ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે અને આ અધિકારીઓ તેણે સીટી 2માં રહેવાના છે. અધિકારીઓ માટે સુંદર ગુજરાતી એકદમ દેશી ભોજન પણ પીરસવામાં આવનાર છે જે માટે ટેન્ટ સીટી 2માં તમામ પ્રકાર ની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમજ, આવનારા દિવસોમાં દિવાળીના મિનિવેકેશનમાં જે પ્રવાસીઓ આવશે જેમના માટે પણ તંત્ર સજ્જ છે. કારણ કે આ વખતે દિવાળીના વેકેશનમાં તમામ હોટલો ટેન્ટ સીટી ફૂલ થઈ ગયા છે.