November 18, 2024

Kutch: ફરી ધ્રુજી કચ્છની ધરા, 4.0ની તીવ્રતાના ભૂકંપનો આંચકો

કચ્છ: કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. વહેલી સવારે ભૂકંપના આંચકાની અસર ઘણા વિસ્તારોમાં જોવા મળી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 30 કિલોમીટર દૂર નોંઘાયું છે. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જો કે હજુ સુધી કોઈ પ્રકારના નુકસાનની માહિતી નથી.

મળતી માહિતી અનુસાર કચ્છમાં વહેલી સવારે 8.06 મિનિટે આચંકા આવ્યા હતા. છેલ્લાં કચ્છમાં ભૂકંપના આંચકાઓ શરૂ થયા છે. કચ્છમાં છેલ્લાં અઠવાડિયામાં ત્રણવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે કચ્છના ખાવડામાં 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. કચ્છની ધરા પર ભૂકંપના આંચકાઓ આવતા રહે છે. આજે સવારે ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 8:06 કલાકે 4.00ની તીવ્રતાનો આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 30 કિલોમીટર દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે.

સતત ભૂકંપના આંચકાને લઇને કચ્છમાં ડરનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે 28 જાન્યુઆરીએ મોરબી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો કચ્છના ભચાઉમાં આવેલ ભૂકંપનો આંચકો મોરબી જિલ્લામાં પણ અનુભવાયો હતો. હળવદ, માળિયા અને મોરબી વિસ્તારમાં પોણા પાંચ વાગ્યે ધારા ધ્રુજી હતી. મોરબીના લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. આ સમયે કચ્છના ભુજમાં 4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.