December 26, 2024

Online Fraud: 30 વર્ષનો ડિજિટલ ચોર, સેંકડો લોકોને આ રીતે લૂંટ્યા

નવી દિલ્હી: પાર્ટ ટાઈમ જોબના નામે કૌભાંડોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંગે સતત ચેતવણી પણ આપવામાં આવી રહી છે. પરંતુ હજુ પણ એવા બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આ ઘટનાઓ અટકી રહી નથી. ત્યારે હવે ઓનલાઈન કૌભાંડમાં એક 30 વર્ષીય યુવકની તેના મિત્રો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર પાર્ટ ટાઈમ જોબ ઓફરના નામે સેંકડો લોકોને છેતરવાનો આરોપ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર છેતરપિંડી કરનારાઓએ યુઝર્સને છેતરીને 1.42 કરોડ રૂપિયાની મોટી રકમ લૂંટી લીધી છે.

પૈસાની ઓફર કરતા
ધરપકડ કરાયેલા ઠગનું નામ અનિલ કુમાર મીણા છે. જેણે તેના મિત્રો સાથે મળીને સેંકડો લોકો સાથે છેતરપિંડી કરી હતી. આ છેતરપિંડી કરનારાઓ લોકોને પાર્ટ-ટાઇમ જોબ ઓફર તરીકે ગૂગલ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રેટિંગની સમીક્ષા કરવાનું કહેતા હતા. બાદમાં પૈસાની ઑફર કરતા હતા. લોકોને છેતરવાની સાથે તેમને ખોટે રસ્તે પણ મોકલ્યા હતા. જેમાં લોકોને તેઓ શેરબજારમાં રોકાણ કરવા માટે ઉશ્કેરતા હતા. ત્યારબાદ તે વિશ્વાસ મેળવવા માટે નફો બતાવતો હતો અને એકવાર તેને વધુ રોકાણ મળી જાય તો તે તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દેતો હતો અને ફોનને ડિસ્કનેક્ટ કરી નાખતો હતો.

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ

1,200 સિમ કાર્ડ મળ્યા
પોલીસને ધરપકડ કરાયેલા શકમંદોના કબજામાંથી 1,200 સિમ કાર્ડ અને ઘણા ફોન મળી આવ્યા હોવાના અહેવાલ છે. જેના પરથી કહી શકાય કે તેણે કેટલાય લોકોને પોતાનો ભોગ બનાવ્યા છે અને છેતરપિંડી કરી છે. આ છેતરપિંડી કરનારાઓએ કૌભાંડો કરવા માટે UPI અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. આ ઓનલાઈન માફિયાઓ લોકોને ભૂખ ભેગા કરી રહ્યા છે. મુંબઈ અને જયપુર પોલીસે આ આરોપીઓની તમામ તપાસ કરી હતી. પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા રૂપિયા 1.42 કરોડનું કૌભાંડ શોધી કાઢ્યું હતું. કાયદાથી બચવા માટે અનિલ કુમાર મીણાએ સતત પોતાનું સ્થાન બદલ્યું હતું પરંતુ, પોલીસે ગુપ્તચર સાધનો દ્વારા તેને ટ્રેક કરવામાં અને પકડવામાં સફળ રહી હતી. જો કે હજુ તપાસ ચાલુ છે. આ ગુનાઓમાં મીનાને મદદ કરનાર મિત્રોની પણ તપાસ ચાલી રહી છે.

આ પણ વાચો: Apple Aiના એંધાણ, CEOએ આપી દીધા મોટા સંકેત