January 27, 2025

પાલી ગામમાં 3 બાળકીના શંકાસ્પદ મોત, મેયરે તાત્કાલિક તપાસના આપ્યા આદેશ

Surat: સુરતના સચિનના પાલી ગામમાં 3 બાળકીના શંકાસ્પદ મોતને લઈને ચકચાર મચી જવા પામી છે. આ ત્રણ બાળકીને આઈસ્ક્રીમ ખાધા બાદ ઝાડા ઉલટી થઈ હોવાનું સામે આવ્યું હતું. રાત્રે આઈસ્ક્રીમ ખાધા બાદ બાળકીના મોત થયા છે. ઉલટી થયા બાદ તાત્કાલિક બાળકીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ જ્યાં બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જોકે હાલ બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા છે.

મળતી માહિતી અનુસાર સુરતના સચિનના પાલી ગામમાં 3 બાળકીઓના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. આ 3 બાળકીઓના આઈસ્ક્રીમ ખાધા બાદ ઉલટી થઈ હતી. જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ બાદ નવી સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લવાઈ હતી. પરંતુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બાળકીઓના મોતને લઈને પરિવારે જણાવ્યું હતું કે, 4 બાળકી રમતી હતી બે બાળકે આઈસ્ક્રીમ ખાધું હતું. જ્યારે અન્ય બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધું ન હતું. જ્યારે બાળકી જ્યાં રમતી હતી ત્યાં ધુમાડો થવા લાગ્યો. ધુમાડામાં એકાએક બાળકીઓને ઉલટી શરૂ થઈ ગઈ. જે બાદ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: સારા પાડોશી બનીને રહો, નફરત ન ફેલાવો… મણિપુર સરકારની મિઝોરમના CMને સલાહ

આ ઘટનાને લઈને મેયર દક્ષેસ માવાણીએ તપાસના આદેશ આપ્યા છે. સારવાર દરમિયાન જ દુર્ગા કુમારી મહંતો, અમ્રિતા મહંતો અને અનિતા મહંતોનું મોત થયું છે. જોકે, હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.