December 9, 2024

ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે લીધો હિતલક્ષી વધુ એક નિર્ણય

Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી હિતલક્ષી વધુ એક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કર્મચારી-અધિકારીઓ માટે નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટી રૂપિયા 20 લાખને બદલે હવે રૂપિયા 25 લાખ અપાશે. તારીખ 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને આ લાભ મળશે.

આ પણ વાંચો: PM કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોની નોંધણી પુનઃ કરાઈ શરુ

રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે આટલા કરોડનું ભારણ
કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેજ્યુઈટી અને અવસાન ગ્રેજ્યુઈટીની મહત્તમ મર્યાદામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તારીખ 1 જાન્યુઆરી, 2024 પછી વય નિવૃત્ત થતા કર્મચારી-અધિકારીઓને મળશે. રાજ્ય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક રૂપિયા 53.15 કરોડનું ભારણ આવશે.