December 19, 2024

વિસ્તારા સંકટના કારણે તમામ ફ્લાઈટના ભાવમાં 25 ટકાનો વધારો

Vistara Airlines: શાળાઓમાં ઉનાળાની રજાઓ સાથે દેશમાં પ્રવાસની મોસમ શરૂ થઈ ગઈ છે. લોકો પરિવાર સાથે રજાઓ માણવા નીકળી પડ્યા છે. વિસ્તારા એરલાઈન્સને આ કમાણીની સિઝનમાં મોટો ઝટકો લાગ્યો છે. કંપની પાઇલેટ અને ક્રૂની અછતનો સામનો કરી રહ્યું છે. ત્યારે આ દિવસોમાં વિસ્તારા એરલાઇન દરરોજ માત્ર 25થી 30 ફ્લાઇટ્સ ઉડાડવા સક્ષમ છે. આ તેની કુલ ક્ષમતાના માત્ર 10 ટકા છે. જેના કારણે વિવિધ રૂટ પર ફ્લાઈટની માગ વધી છે. જેના કારણે મુસાફરોને લગભગ 25 ટકા વધુ ભાડું ચૂકવવું પડી શકે છે. આ ઉપરાંત વધેલી માગને પહોંચી વળવા માટે ઘણી એરલાઇન્સે ડોમેસ્ટિક રૂટ પર મોટા એરક્રાફ્ટ ચલાવી રહી છે.

આ રૂટ પર ભાવ વધારો
એક રિપોર્ટ અનુસાર દિલ્હી-ગોવા, દિલ્હી-કોચી, દિલ્હી-જમ્મુ અને દિલ્હી-શ્રીનગર રૂટ પર મહત્તમ ભાડું વધી રહ્યું છે. વિસ્તારા એરલાઇનને ભૂતકાળમાં ઘણી ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આ સિવાય તેની ફ્લાઈટ્સ પણ મોડી ઉડતી હતી. જેના કારણે મુસાફરો ભારે પરેશાન થઈ ગયા હતા. જે અંગે વિસ્તારાના પ્રવક્તાએ કહ્યું કે, હાલમાં અમે અમારી ક્ષમતાના માત્ર 10 ટકા જ કામ કરી રહ્યા છીએ. અમારી કામગીરીને જુના સ્તર સુધી લઈ જવામાં થોડો વધુ સમય લાગશે. ઉડ્ડયન ઉદ્યોગ પહેલાથી જ મુશ્કેલીમાં હતો અને હવે વિસ્તારાની કટોકટીએ સમસ્યામાં વધુ વધારો કર્યો છે.

આ પણ વાંચો:  ડેપ્યૂટી કલેક્ટર હોવાનું કહી જ્વેલર્સ સાથે 12 લાખની છેતરપિંડી, બે આરોપીની ધરપકડ

ઉનાળાની રજાઓમાં મોંઘી ફ્લાઈટ્સ
માર્ચની સરખામણીમાં એપ્રિલની 1 થી 7 તારીખ વચ્ચે ભાડામાં લગભગ 39 ટકાનો વધારો થયો છે. દિલ્હી-બેંગલુરુ ફ્લાઈટ્સમાં 39 ટકા, દિલ્હી-શ્રીનગર 30 ટકા, દિલ્હી-મુંબઈ 12 ટકા અને મુંબઈ-દિલ્હી લગભગ 8 ટકા મોંઘી થઈ છે. આ વખતે ઉનાળાની રજાઓમાં ફ્લાઈટ્સ મુસાફરી હજી પણ વધુ 20 થી 25 ટકા મોંઘી થશે તેવી ધારણા છે. વિસ્તારા દ્વારા ફ્લાઈટ્સમાં ઘટાડાથી ભાડામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ જ કારણ છે કે ઘણા મુસાફરો ટૂંકા અંતર માટે પણ રેલવેનો વિકલ્પ પસંદ કરે છે.