January 17, 2025

Zomatoની ‘પ્યોર વેજ ડિલીવરી સર્વિસ’ને લઇને લોકોનો વિરોધ

Zomato: ઓનલાઈન ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોએ પોતાના વેજ ગ્રાહકો માટે શરૂ કરેલી ‘પ્યોર વેજ ડિલીવરી સર્વિસ’માં બદલાવ કર્યો છે. કંપનીની CEO દીપિંદર ગોયલે 19 માર્ચના ટ્વીટ કરીને આ સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, અમે અમારા શુદ્ધ શાકાહારી ગ્રાહકો માટે પ્યોર વેજ રેસ્ટોરન્ટથી ફૂડ ડિલીવરીનો વિકલ્પ શરૂ કરવામાં આવી રહ્યો છે. દેશમાં શુદ્ધ શાકાહારી ભોજન ખાવા વાળા લોકોની સંખ્યા ખુબ મોટી છે. તે લોકો પોતાના ભોજનને લઈ ખુબ જ સજાગ છે. એ ભોજન કેવી રીતે અને ક્યાં બનાવવામાં આવ્યું છે. તેને લઈને આ સર્વિસમાં ખુબ જ ધ્યાન રાખવામાં આવે છે.

ઝોમેટોએ શાકાહારી ગ્રાહકોને ડિલીવરી માટે ગ્રીન ફ્લીટની શરૂઆત કરી છે. જેમાં પ્યોર વેજ ખાવાનું લઈ જનારા લાકોના ડિલિવરી એજન્ટ લીલા રંગના કપડા પહેરશે અને ફૂડ બોક્સનો રંગ પણ લીલા રંગનો રહેશે. પરંતુ ઝોમેટોના CEO દીપિંદર ગોયલે આજે સવારે ટ્વીટ કરીને જાણકારી આપી છેકે, આ સર્વિસ કેટલાક સમય માટે બંધ કરવામાં આવે છે. જેમાં ડિલિવરી એજન્ટ લીલા નહીં પરંતુ લાલ રંગના કપડા પહેરીને આવશે. આ બદલાવ માત્ર કપડાના રંગમાં જ કરવામાં આવ્યો છે. ગ્રાહકો માટે પ્યોર વેજ રેસ્ટોરન્ટથી શાકાહારી ભોજન ઓર્ડર કરી શકે છે. તેની ડિલિવરી પણ પ્યોર વેજ ઓડરની સાથે જ લાવવામાં આવશે.

X પર હંગામા બાદ નિર્ણય બદલ્યો
શુદ્ધ શાકાહારી ભોજન માટે ખાસ અલગથી સર્વિસ શરૂ કરવાના નિર્ણયને લઈ લોકો વિરોધ કરી રહ્યા છે. તેને જોતા Zomatoએ પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે. ઘણા લોકોએ ‘X’ પર ટ્વિટ કરીને Zomatoની આ સેવાનો વિરોધ કર્યો હતો. ઘણા લોકોએ ટ્વિટ કર્યું કે આ પ્રકારની સેવા નોન-વેજ ખાનારા લોકો પ્રત્યે ભેદભાવપૂર્ણ વર્તનને પ્રોત્સાહન આપી શકે છે. જ્યારે કેટલાકે કહ્યું કે આના કારણે નોન-વેજ ફ્લીટમાં કામ કરનારાઓને પણ ભેદભાવનો સામનો કરવો પડશે. જોકે, ઘણા લોકો પ્યોર વેજ ડિલિવરીના નિર્ણયનું સમર્થન કરતા પણ જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, હવે શુદ્ધ શાકાહારી ભોજન ધરાવનારાઓ પાસે શુદ્ધ શાકાહારી રેસ્ટોરાંમાંથી ભોજનની હોમ ડિલિવરી લેવાનો વિકલ્પ પણ હશે.

ટ્વીટ કરીને પ્લાન બદલ્યો
વિરોધને ધ્યાનમાં રાખીને દીપેન્દ્રએ આજે ​​સવારે 9 વાગ્યે ટ્વીટ કર્યું કે, હવે શુદ્ધ શાકાહારી ઓર્ડર ધરાવનાર ડિલિવરી બોય લીલા કપડાં પહેરશે નહીં. તેમણે ટ્વીટમાં કહ્યું કે, “અમે શાકાહારીઓ માટે પ્યોર વેજ સર્વિસ ચાલુ રાખીશું, પરંતુ અમારા ડિલિવરી એજન્ટ લીલા કપડાં પહેરશે નહીં. આથી અમારા બધા ડિલિવરી એજન્ટ એકસમાન લાગે. અમારા નિયમિત એજન્ટો અને વેજ એજન્ટો બંન્ને લાલ રંગના જ કપડા પહેરીને જ આવશે.