January 18, 2025

Zomatoના CEO દીપિન્દર ગોયલે મેક્સિકન મોડલ સાથે કર્યા બીજા લગ્ન

Deepinder Goyal-Grecia Munoz Marriage: ફુડ ડિલીવરી એપ Zomatoના ફાઉન્ડર CEO દીપિન્દર ગોયલે બીજા લગ્ન કરી લીધા છે. દીપિન્દરે મેક્સિકન મોડલ ગ્રેસિયા મુનોજ સાથે લગ્ન કર્યા છે. મુનોજ અને દીપિન્દર ફેબ્રુઆરીમાં હનીમુન કરીને ઘરે પણ પરત ફરી ચૂક્યા છે. રિપોર્ટ અનુસાર બંનેના લગ્ન એક મહિના પહેલા જ થઈ ચૂક્યા છે. તો બીજી તરફ મુનોજે પણ ઈન્સ્ટાગ્રામ બાયોમાં મેરેજને લઈને ખુલાસો કર્યો છે. મુનોજે પોતાના બાયોમાં લખ્યું કે, જન્મ મૈક્સિકોમાં થયો અને હવે ભારત પોતાનું ઘર છે. ઝોમેટોના સીઈઓ દીપિન્દર ગોયલના પહેલા લગ્ન કંચન જોશી સાથે થયા છે. જેની સાથે દીપિંદરની મુલાકાત IIT- દિલ્હીમાં અભ્યાસ દરમિયાન થઈ હતી.

દિલ્હી ફરવા આવી હતી મુનોજ
મુનોજ અને દીપિન્દરના લગ્ન પહેલા જાન્યુઆરીમાં મુનોજ દિલ્હીની યાત્રા પર આવી હતી. મુનોજે પોતાની નવી ઈન્સ્ટા પોસ્ટમાં દિલ્હીની યાત્રાના કેટલાક ફોટોઝ શેર કરી છે. જેના કેપ્શનમાં લખ્યું છેકે, મારા નવા ઘરમાં મારા નવા જીવનની કેટલીક ઝલક. જેમાં લાલા કિલ્લાની કોઈ જગ્યાના ફોટો છે.

આ પણ વાંચો: Zomatoની ‘પ્યોર વેજ ડિલીવરી સર્વિસ’ને લઇને લોકોનો વિરોધ

દીપિન્દરની નવી દુલ્હન શું કરે છે?
મુનોજના ઈન્સ્ટા બાયો અનુસાર, 2022માં અમેરિકાના મેટ્રોપોલિટન ફેશન વિકની વિજેતા છે. મુનોજ મોડલ હોવાની સાથે સાથે હવે પોતાનો અલગ સ્ટાર્ટઅપ પર પણ કામ કરી રહી છે. જે લગ્ઝરી કંઝ્યુમર્સ પ્રોડક્ટસમાં વ્યાપાર કરે છે. મુનોજ સાથે ગોયલના આ બીજા લગ્ન છે.

દીપિન્દરનું કરિયર
41 વર્ષિય દીપિન્દર ગોયલ ફૂટ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટોના સંસ્થાપક અને સીઈઓ છે. તેમણે 2008માં પોતાના એપાર્ટમેન્ટમાં કંપનીની શરૂઆત કરી હતી. એ સમયે તેમને ફુડીઝ તરીકે ઓળખવામાં આવતું હતું. આજે ઝોમેટો એક ફૂડ ડિલીવરી કંપનીના રૂપમાં વિકસિત થઈ રહ્યું છે. જે આજે સમગ્ર ભારતના 1000થી પણ વધારે શહેરમાં વેપાર કરી રહ્યું છે.