ZIM vs IND: ટીમ ઈન્ડિયા માટે બદલો લેવાની આજે તક
ZIM vs IND 2nd T20I: પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને 13 રને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ઝિમ્બાબ્વેએ પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચમાં ભારતને 13 રને હરાવ્યું હતું. આજે શ્રેણીની બીજી મેચ રમાવાની છે. જેમાં ટીમ ઈન્ડિયા વળતો પ્રહાર કરી શકે છે. ગઈ કાલની મેચમાં હારનું કારણ ખરાબ બેટિંગ હોવાનું શુભમને જણાવ્યું હતું.
મહત્વની ભૂમિકા ભજવી
ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. તેણે 19 બોલમાં 17 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પીચના કારણે ટ્સમેનોને મુશ્કેલી પડી હતી. ઝિમ્બાબ્વે સામે આસાન વિજય મળી જશે એવું ભારતીય ટીમ વિચારી રહી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાની આ આશા પર પાણી ફરી વળ્યું હતું. ઝિમ્બાબ્વેના ઝડપી બોલર તેન્ડાઈ ચતારા (3/16) અને કેપ્ટન સિકંદર રઝા (3/25)ની શાનદાર બોલિંગને કારણે ભારતને હરાવીને આ અપસેટ હાંસલ કર્યો હતો. 8 વર્ષ પછી ઝિમ્બાબ્વે સામે ભારતની આ પહેલી હાર છે.
આ પણ વાંચો: India VS Zimbabwe: ટીમ ઈન્ડિયાની હાર બાદ ગિલના નામે શરમજનક રેકોર્ડ
જવાબદારી સમજવી પડશે
યુવા ખેલાડીઓએ પોતાની જવાબદારી સમજવી પડશે. પહેલી મેચમાં ભારતે ત્રણ ખેલાડીઓને ડેબ્યુ આપ્યું હતું. અભિષેક શર્માનું આઈપીએલમાં સારું પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ આ મેચ દરમિયાન અભિષેક શર્મા પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. ઈનિંગની પહેલી જ ઓવરમાં બ્રાયન બેનેટના બોલ પર ડીપ સ્ક્વેર લેગ પર વેલિંગ્ટન મસાકાડઝાના હાથે કેચ આઉટ થયો હતો.