ચૂંટણી કમિશનર રાજીવ કુમારને અપાઈ Z કેટેગરીની સુરક્ષા
Chief Election Commissioner: મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને હવે ઝેટ કેટેગરની સુરક્ષા આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની માહિતી અનુસાર IBના એક ગુપ્ત રિપોર્ટના આધારે ચૂંટણી કમિશનરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છેકે, ગૃહ મંત્રાલય આ પહેલા હૈદરાબાદન BJP ઉમેદવારને પણ Y+ સુરક્ષા આપી છે.
ઝેડ શ્રેણીની સુરક્ષાના પ્રોટોકોલ અંતર્ગત રાજીવ કુમારની સુરક્ષા માટે સીઆરપીએફ કમાન્ડો સહિત કુલ 33 સરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. જેમાં કુમારના ઘરે 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ 24 કલાક સુરક્ષા આપશે. આ ઉપરાંત 6 PSO અને ત્રણ શિફ્ટમાં બીજા 12 સશસ્ત્ર એસ્કોર્ડ કમાન્ડો હાજર રહેશે. આ ઉપરાંત દરેક જગ્યાએ તેમને સુરક્ષા આપવા માટે દરેક શિફ્ટમાં બે વોચર અને ટ્રેંડ ડાઈવર સ્ટેડબાય રહેશે.
આ પણ વાંચો: નૈનીતાલ: પીકઅપ 200 મીટર ઊંડી ખાઈમાં પડી, ડ્રાઈવર સહિત 8 લોકોના મોત
વર્તમાન રાજકીય સ્થિતિ પણ અસરકારક
સુત્રોની માનીએ તો રાજીવ કુમારની સુરક્ષાને વધારવાનો નિર્ણય હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં જે ઉથલ પાથલ થઈ રહી છે. જેમાં પણ તૃણમૂલ કોંગ્રેસ જેવી પાર્ટીઓ ચૂંટણી કમિશનર વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે. તેને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શું છે સમગ્ર મામલો?
સોમવારે દિલ્હી પોલીસ દ્વારા TMCના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી અને બળજબરીથી ત્યાંથી દૂર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેઓએ સોમવારે રાત્રે ટીએમસી નેતાઓને મુક્ત કર્યા હતા. જોકે, આગેવાનો આખી રાત પોલીસ સ્ટેશનમાં જ રહ્યા હતા અને પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો. મહત્વનું છેકે, મમતા બેનર્જીની આગેવાની હેઠળની TMC આરોપ લગાવી રહી છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓ ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના ઈશારે લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને નિશાન બનાવી રહી છે. જે બાદ હવે ચૂંટણી કમિશનરની સુરક્ષા વધારવામાં આવી છે.