January 8, 2025

ડિવોર્સના સમાચાર વચ્ચે ચહલે નવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકી, પોસ્ટ થઈ વાયરલ

Yuzvendra Chahal Divorce: ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે. આ વચ્ચે ચહલનું દર્દ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે. આ વચ્ચે ચહલની નવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવી છે. જે હાલ ખૂબ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો: કુંભમેળામાં જતા હોવ તો પ્રયાગરાજના સ્ટ્રીટ ફૂડ ખાસ ટેસ્ટ કરજો, સ્વાદ દાઢમાં રહી જશે

ચહલની નવી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી
યુઝવેન્દ્ર ચહલની નવી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સામે આવી છે. જેમાં ચહલે લખ્યું કે મૌન એ લોકો માટે એક સંગીત છે જે તેને બધા અવાજથી આગળ સાંભળી શકે છે” ચહલ અને ધનશ્રીએ પણ ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ચહલે ધનશ્રી વર્મા સાથેની પોતાની તમામ તસવીરો હટાવી દીધી છે. જોકે બંને અલગ થયા છે કે નહીં તે વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.