December 20, 2024

યુવરાજ સિંહ પર બની રહી છે બાયોપિક, જાણો કયો એક્ટર ભજવશે પાત્ર?

Yuvraj Singh Biopic Announced: ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહના ઘણા ચાહકો છે. તેમના ચાહકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર યુવરાજ સિંહની બાયોપિકની જાહેરાત કરી છે. ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા સંયુક્ત રીતે આ બાયોપિક બનાવશે. હવે બાયોપિકની જાહેરાત બાદ ચાહકો સવાલ કરી રહ્યા છે કે ક્રિકેટરની ભૂમિકા કોણ ભજવશે?

સત્તાવાર માહિતી શેર કરવામાં આવી
આ બાયોપિકમાં ક્રિકેટરની ભૂમિકામાં કયો અભિનેતા જોવા મળશે તે અંગે કોઈ હાલ સત્તાવાર માહિતી શેર કરાઈ નથી. ઘણા ચાહકોનું કહેવું છે કે યુવરાજ સિંહની બાયોપિક માટે ટાઈગર શ્રોફ શ્રેષ્ઠ વિકલ્પ છે. એક મીડિયા સાથેની વાતમાં યુવરાજ સિંહે કહ્યું કે જો મારી બાયોપિક બને છે તો સિદ્ધાંત ચતુર્વેદીએ તેનું પાત્ર ભજવવું જોઈએ. વાસ્તવમાં, સિદ્ધાંત ચતુર્વેદી માટે પ્લસ પોઈન્ટ એ છે કે તેનો દેખાવ અને શરીર યુવરાજ સિંહ જેવું જ છે.

આ પણ વાંચો: IPL 2023એ BCCIને 5000 કરોડથી વધુની કરાવી કમાણી

કેન્સર જેવી બીમારી
મહત્વની વાત એ છે કે આ પહેલા સિદ્ધાંત ચતુર્વેદી ક્રિકેટ આધારિત વેબ-સિરીઝ ‘ઈનસાઈડ એજ’માં યુવરાજ સિંહની ભૂમિકા ભજવી ચૂક્યો છે. પરંતુ તે જોવું ચોક્કસ રસપ્રદ છે કે યુવરાજ સિંહની ભૂમિકામાં કયા અભિનેતાને તક મળે છે. યુવરાજ સિંહે જે સમયે કેન્સર સામે લડી રહ્યો હતો તે સમયે તેણે ODI વર્લ્ડ કપ 2011માં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. તેમજ કેન્સર જેવી બીમારીને હરાવીને તે ક્રિકેટના મેદાનમાં પાછો ફર્યો હતો.