વડોદરામાં 2 લાખની લાંચકાંડમાં યુવરાજસિંહ અને કિરણ જેલમાં ધકેલાયા, ભૂસ્તરશાસ્ત્રી રવિ મિસ્ત્રી તેમજ ઇન્સ્પેક્ટર સંકેત પટેલ ફરાર

Vadodara: વડોદરામાં લાંચ કાંડમાં ખાણ-ખનીજ વિભાગના પાંચ અધિકારીઓની સંડોવણી સામે આવી છે. ACBની ટ્રેપમાં ઝડપાયેલા યુવરાજસિંહ અને કિરણ પરમારના રિમાન્ડ ના મંજૂર થતા જેલમાં ધકેલવામાં આવ્યા છે. ત્યારે ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ હજુ ફરાર છે.
મળતી માહિતી અનુસાર આ મામલાની તપાસમાં એસીબી દ્વારા ખાણ અને ખનીજ વિભાગમાં કેટલા કર્મચારીઓ છે, તેમની યાદી મંગાવવામાં આવી છે. સાથે જ રૂ. 2 લાખમાંથી કોને કોને ભાગ મળવાનો હતો તે જાણવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો?
તાજેતરમાં ખાણ ખનીજ વિભાગ વડોદરા ખાતે ફરિયાદીએ રેતીનો સ્ટોક કરવા અંગે ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે કોઠી કચેરી ખાતે ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલને મળ્યા હતા. જેઓએ આ અરજી મંજૂર કરવા માટે તમામ સ્ટાફને વ્યવહાર પેટે રૂ. 2 લાખની લાંચ માંગી હતી. જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા. જેથી તેમણે એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો.
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થશે, આવતીકાલે થશે ખાસ આ બેઠક