December 20, 2024

YouTubeમાં સ્કિપ બટનને લઈને આવશે મોટો ફેરફાર

YouTube: આજના સમયમાં YouTubeનો ઉપયોગ ખૂબ કરવામાં આવે છે. કોઈ પણ માહિતી લેવાની હોય તો YouTubeનો ઉપયોગ કરવામાં આવે છે. YouTubeમાં વીડિયો જોતા હોય તે સમયે જાહેરાતો આવતી હોય છે. જ્યારે જાહેરાત ચાલતી હોય તે સમયે તેને સ્કિપ કરવા માટે એક બટન આપવામાં આવે છે. આ વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ સ્કિપ બટનને દૂર કરવામાં આવી શકે છે.

યુઝર્સની મુશ્કેલીમાં વધારો
જ્યારે YouTube પર સ્ટ્રીમિંગ કરતી વખતે જાહેરાતો દેખાય છે ત્યારે તે ખૂબ જ મુશ્કેલીજનક છે. ક્યારેક મને ખૂબ ગુસ્સો પણ આવે છે. મોટાભાગના વિડીયોમાં, તમે થોડી સેકંડ પછી જાહેરાતોને દૂર કરી શકો છો, જે ઘણી રાહત આપે છે. જો કે હવે કેટલાક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે યુટ્યુબ પર સ્ટ્રીમ કરતા યુઝર્સની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. એક રિપોટમાં લેટેસ્ટ માહિતી આપવામાં આવી હતી. જેમાં કંપની યુટ્યુબ વીડિયો દરમિયાન દેખાતી જાહેરાતોમાં જોવા મળતા સ્કિપ બટનમાં ફેરફાર કરી શકે છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન, આવી રહી છે આ સમસ્યા

યુઝર્સને નવી ડિઝાઇન મળશે
પ્રવક્તાએ કહ્યું કે યુટ્યુબ તેના પ્લેટફોર્મમાં કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. થોડા જ સમયની અંદર સ્કીપ બટન માટે ડિઝાઇન અને લુક બદલી શકાય છે. યુઝર્સને વીડિયો સ્ટ્રીમ કરતી વખતે હવે નવો અનુભવ મળશે.