News 360
Breaking News

વડોદરા જિલ્લામાં ગરમીના કારણેને યુવકનું મોત, લૂ લાગવાથી મોતનો પ્રથમ કેસ નોંધાયો

વડોદરા: વડોદરા જિલ્લામાં કાળઝાળ ગરમીના કારણેને એક યુવકનું મોત નીપજ્યું છે. રાજ્યમાં વધારે પડતી ગરમીથી લૂ લાગવાથી યુવકના મોતનો પ્રથમ કેસ નોંધાયો છે. સાવલીના શિહોરા ગામની ભાગોળે આવેલ કૂવા પાસે 30 વર્ષીય અજાણ્યા યુવકનું લૂ લાગવાથી મોત નીપજ્યું હતું. પોલીસે અજાણ્યા યુવકનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પોલીસે મૃતક યુવકની ઓળખ કરવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં યુવકનું મોત વધારે પડતી ગરમીના કારણે લૂ લાગવાથી નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ગતરોજ સાંજે આ ઘટના બની હતી અને યુવકનું મોત લૂ લાગવાથી થયું હોવાનું આજે રિપોર્ટમાં આવ્યું હતું.