November 18, 2024

Modi 3.0 કેબિનેટમાં સૌથી યુવા મંત્રી બનનાર Ram Mohan Naidu કોણ છે?

Modi Cabinet 2024: નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત પીએમ પદના શપથ આજે સાંજે લેવાના છે. તેમની સાથે ઘણા સાંસદો પણ નવી કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લેવાના છે. જેમાંથી સૌથી યુવા મંત્રી રામ મોહન નાયડુ પણ હશે.

સૌથી યુવા કેબિનેટ મંત્રી
રામ મોહન નાયડુ મોદીની નવી કેબિનેટમાં અત્યાર સુધીના સૌથી યુવા કેબિનેટ મંત્રી બનશે. રામ મોહન નાયડુ કિંજરાપુનો જન્મ 18 ડિસેમ્બર 1987ના થયો છે. તેમનું જન્મ સ્થળ શ્રીકાકુલમના નિમ્માડા છે. કેન્દ્રીય મંત્રી યેરાન નાયડુ તેમના પિતા છે. રામ મોહન નાયડુને રાજકીય વારસો મળ્યો છે. તેમના ભણતરની વાત કરવામાં આવે તો તેમણે દિલ્હી પબ્લિક સ્કૂલ, ખ્યાત પરડ્યુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે ડિસ્ટન્સ એજ્યુકેશનમાંથી MBA કર્યું છે.

આ પણ વાંચો: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદનું આગમન, અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ

કાર અકસ્માતમાં મૃત્યુ
તે પોતાનું કરિયર બનાવવા માચે સિંગાપોર ગયો હતો તે સમયે બનાવ એવો બન્યો કે જેના કારણે તેના જીવનમાં નવો વળાંક આવ્યો. વર્ષ 2012માં તેના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેના પિતાનો વારસો સંભાળો હતો. તમને જણાવી દઈએ કે 26 વર્ષની ઉંમરે, તેણીએ 2014 માં શ્રીકાકુલમથી લોકસભા સાંસદ તરીકે ચૂંટણી લડી અને જીતી હતી.

પરિવારની સાથે રાજકીય જવાબદારીઓ
રામ મોહન નાયડુએ 2017 થી શ્રી શ્રવ્યા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં તેના ઘરે બાળકીનો જન્મ થયો હતો. તેઓ પરિવારની સાથે રાજનીતિમાં પણ તમામ જવાબદારીઓ ખુબ સારી રીતે નિભાવી લે છે. ત્રીજીવાર વડાપ્રધાન બનનારા દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પછી તેઓ બીજા અને પ્રથમ બિન-કોંગ્રેસી નેતા હશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાંજે 7:15 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહમાં મોદીને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. મોદીની સાથે મંત્રી પરિષદના સભ્યો પણ શપથ લેશે. સાત રાષ્ટ્રોના સરકારના વડાઓ, અનેક દેશોના રાજદૂતો-ઉચ્ચાયુક્તો, દેશના વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ સહિત લગભગ આઠ હજાર લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.