December 19, 2024

ફેસબુક-ઈન્સ્ટાગ્રામ વાપરવા માટે તમારે ચૂકવવા પડશે રૂપિયા!

અમદાવાદ: આજના સમયમાં લોકોને ફેસબુક-ઈન્સ્ટાગ્રામન મોટા પાયે આદત પડી ગઈ છે. ત્યારે થોડા જ દિવસ પહેલા ફેસબુક-ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે ફી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં અત્યારે નવું અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે હવે તેમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફી ચૂકવવી પડશે
મેટા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે તમારે ફી ચૂકવણી કરવાની રહેશે. પરંતુ આ નિયમ તમને જો ભારતના છો તો લાગુ નહીં પડે. આ નિયમ યુરોપના કેટલાક દેશોમાં લાગુ કરવામાં આવ્યો છે. જેમાં તમારે એડ-ફ્રી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવા માટે ફી પે કરવાની રહેશે. તમને જણાવી દઈએ થોડા સમય પહેલા જ આ અંગે નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ કંપનીના સબસ્ક્રિપ્શન મોડલનો એક મહત્વનો ભાગ છે.

આ પણ વાંચો: હાથના ઈશારાથી કામ કરશે આ ફોન! જાણો તમામ માહિતી

પૈસા વસૂલવા જોઈએ નહીં
કંપનીએ સબસ્ક્રિપ્શન મોડલની ફીમાં ઘટાડો કર્યો છે. Facebookની ફી ઘટાડીને અંદાજે 540 કરવામાં આવી છે. પ્રાઈવસી માટે આ ફી ચૂકવવાની રહેશે. જોકે આ નિર્ણય લીધા બાદ વપરાશકર્તામાં ભારે રોષ જોવા મળ્યો હતો. ચાર્જ 18 વર્ષ કે તેથી વધુ વયના વપરાશકર્તાઓ પાસેથી લેવામાં આવી રહ્યો હતો. 1 નવેમ્બરથી આ નિર્ણય અમલમાં લાવી દેવામાં આવ્યો હતો. શરૂઆતમાં લગભગ રૂપિયા 880 મહિને રાખવામાં આવી હતી. પરંતુ હવે અંદાજે 880 રાખવામાં આવી છે. હજુ પણ કેટલીક સંસ્થાઓ તેનો વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે લોકોની પ્રાઈવસી રાખવાનું કામ જે તે કંપનીનું છે કોઈ વ્યક્તિનું નહીં. લોકોનું કહેવું છે કે આ માટે યુઝર્સ પાસેથી કોઈ પણ પૈસા વસૂલવા જોઈએ નહીં.