January 27, 2025

પલંગ પર લાંબા થતાની સાથે તમને આવી જશે નીંદર, બસ ફોલો કરો આ ટિપ્સ

Sleep Tips: શું તમે કલાકો સુધી સૂવા માટે પ્રયત્ન કરો છો અને નીંદર આવતી નથી? નિંદર પુરી ના થવાના કારણે ઘણી બધી સમસ્યા થઈ શકે છે. જેમાં ખાસ કરીને શરીરમાં થાકનો અનુભવ થાય છે. આજે અમે તમારા માટે થોડી ટિપ્સ લઈને આવ્યા છીએ , જેની મદદથી તમારી નીંદર પૂરી થશે. આ ટિપ્સને તમે ફોલો કરશો તો તમને અઠવાડિયામાં જ તેની અસર શરૂ થઈ જશે.

ગરમ પાણીથી સ્નાન કરો
તમારે રાત્રે ગરમ અથવા હૂંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ. ગરમ પાણીથી સ્નાન કરવાના કારણે શરીરની સાથે મન પણ હળવું થશે. જમતા પહેલા 2 કલાક પહેલા અને જમયા પછી 2 કલાક પછી તમારે સ્નાન કરવું જોઈએ. આવું કરવાથી તમને થોડા જ દિવસમાં રાહત મળશે અને નીંદર આવવા લાગશે.

આ પણ વાંચો: ફ્રીઝ વગર ઘી બગડતું નથી પણ માખણ કેમ ફ્રીઝ વગર બગડે છે? જાણો કારણ

આ ટિપ્સ અનુસરી શકો છો
રાત્રે સૂતા પહેલા તમારા રૂમમાં ફૂલ અંધારું કરી દો. જો તમે અંધકારથી ડર લાગતો હોય તો તમે મંદ લાઈટનો ઉપયોગ કરી શકો છો. પલંગ પર સૂઈને ઊંડા શ્વાસ લો. આ રીતે શ્વાસ લેશો તો તમને ઝડપથી નીંદર આવશે. સૂતા સમયે ફોનનો વપરાશ કરવાનું ટાળો. તે તમને નુકસાન કરી શકે છે. રાતીના સમયે સૂતા પહેલા એક કલાક પહેલા ફોનને મૂકી દો. રાતના સમયમાં ભોજન કર્યા પછી તમારે ચા અને કોફી પિવાની આદત હોય તો તે છોડી દો.