January 21, 2025

અસદુદ્દિન ઔવેસીએ કર્યો ભાજપ પર પ્રહાર – મસ્જિદ તમારા બાપની મિલકત છે?

દિલ્હી: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપ પર પ્રહાર કરતા જોવા મળ્યા છે. તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું કે એક મસ્જિદ ગુમાવી છે પરંતુ બીજી મસ્જિદ ગુમાવવા નહીં દે. મસ્જિદ તમારા પિતાની મિલકત નથી.

વીડિયોના કેપ્શનમાં લખ્યું
હૈદરાબાદના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સોમવારે ભાજપ પર પ્રહાર કર્યા હતા. જેમાં કઠોર શબ્દોમાં કહ્યું કે અમે એક મસ્જિદ ગુમાવી છે પરંતુ હવે અમે બીજી મસ્જિદ ગુમાવીશું નહીં. ઓવૈસીએ આગળ સવાલ પૂછ્યો કે, શું આ તમારા પિતાની સંપત્તિ છે? તેણે ટ્વિટ કરીને આ વાત કહી હતી. જેમાં 1 મિનિટ 31 સેકન્ડના આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. તે વીડિયોમાં આ લાઈન્સના કેપ્શન આપવામાં આવ્યું હતું.

ધર્મ વિરુદ્ધનું પગલું
અસુદ્દીન ઓવૈસીએ આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કરવા પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં તેમણે કહ્યું કે આ પગલું ધર્મ વિરુદ્ધનું છે. અગાઉ લગ્નની નોંધણીની વાત કરવામાં આવે તો કાઝી’ અથવા મેરેજ રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવતી હતી અને લોકો લગ્નનું પ્રમાણપત્ર મેળવતા હતા, હવે તેઓએ તેને દૂર કરી દીધું છે. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા પર પણ તેણે પ્રહાર કર્યા હતા. પ્રહાર કરતા તેણે કહ્યું કે તેઓ તેલંગાણા અને હૈદરાબાદની મુલાકાતે છે પરંતુ તેમણે પહેલા પોતાના રાજ્યની સ્થિતિ સુધારવી જોઈએ. અસુદ્દીન ઓવૈસીએ UCC લાગુ કરવાની વાતને લઈને કહ્યું કે જે લોકો UCCની વાત કરે છે તેમને શું તેનું પરિણામ આવશે તે ખબર છે? તમે પહેલા એ જાણો છો કે દરેક રાજય પોતાનો જ કાયદો લઈને આવી રહ્યું છે.