December 25, 2024

એક્સપાયરી ડેટ પ્રોડક્ટ યુઝ કરવાની ભૂલ તમે તો નથી કરતા ને…

Beauty Tips: ખાવા પીવાની વસ્તુ અને દવાઓની એક્સપાયરી ડેટ આપણે હંમેશા ચેક કરીએ છીએ, કારણ કે એ બધી વસ્તુઓને આપણે ખાવાના છીએ એટલે વધારે સાવધાની રાખીએ છીએ. આવી જ સાવધાની આપણે બ્યૂટી પ્રોડક્ટ યુઝ કરતી વખતે રાખતા નથી. લાંબા સમય સુધી તમે એકને એક બ્યૂટી પ્રોડક્ટ વાપરો છો. જેના કારણે તમારી સ્કિનને બહું મોટું નુકસાન થાય છે. બ્યૂટી પ્રોડક્ટ લાંબા સમય સુધી તમારી ત્વચા પર રહે છે. જો એ એક્સપાયરી હશે તો તમારી ત્વચાને શોર્ટ અને લોન્ગ ટર્મ પર ખુબ જ નુકસાન પહોંચાડે છે.

સ્કિન પર ઈરિટેશન
એક્સપાયરી થઈ ગયેલ બ્યૂટી પ્રોડક્ટને યુઝ કરવાના કારણે ત્વચા પર ઈરિટેશન, ખંજવાળ, પિંગ્નમિનટેશન, પિંપલ્સ, રૈશેઝ, ડ્રઈનેશ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

એલર્જીક રિએક્શન
લાંબા સમય સુધી એક જ પ્રોડક્ટ યુઝ કરવાના કારણે બેક્ટીરિયા બનવાના શરૂ થાય છે. આથી એક્સપાયરી પ્રોડક્ટ યુઝ કરવાના કારણે એલર્જીક રિએક્શન થઈ શકે છે. જે પણ લોકોને પહેલાથી જ એક્ઝિમા જેવી સમસ્યા હોય એ લોકોને એક્સપાયરી પ્રોડક્ટથી વધારે ટ્રિગર કરે છે.

ઈન્ફેક્શનનો ડર
એક્સપાયરી પ્રોડક્ટ યુઝ કરવાથી ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે. તેમાં પણ મસ્કારા, આઈલાઈનર જેવા પ્રોડક્ટના કારણે આંખોમાં ઈન્ફેક્શન વધી જાય છે.

પ્રીમેચ્યોર એજિંગ સાઈન
બ્યૂટી પ્રોડક્ટ્સમાં અનેક પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ થાય છે. જો તમે એક્સપાયર થયેલી પ્રોડક્ટને તમારી સ્કિન પર યુઝ કરો છો તો તમે પ્રી-મેચ્યોર એજિંગ જેવી સમસ્યાઓથી પીડાઈ શકો છો.

લાંબા ગાળે નુકસાન

એક્સપાયરી ડેટ પુરી થયા બાદ બ્યૂટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા રહો છો. તો તમારી ત્વચા પર શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ પ્રોબ્લમ આવી શકે છે. કેટલીક એલર્જી એક અઠવાડિયામાં કે પંદર દિવસમાં પુરૂ થઈ જાય છે, તો કેટલીક એલર્જી ખુબ જ લાંબા સમય સુધી ચાલે છે.