November 19, 2024

ઇન્ટરનેટ વિના હવે કરો આ રીતે મેઇલ!

અમદાવાદ: શું તમારૂ ઇન્ટરનેટ ખતમ થઈ જવાનું છે? તમે સૌથી વધારે ઈમેલ પર જ કામ હોય છે? તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે આજે તમને એક ટ્રિક જણાવાના છીએ જેના થકી તમે ઇન્ટરનેટ વગર પણ મેઇલ કરી શકો છો.

આ છે ખાસ ફીચર
તમારૂ ઇન્ટરનેટ ખતમ થઈ ગયું હોય તો પણ તમે હવે Gmailથી મેઇલ કરી શકો છો. તમને આજે ખાસ ફીચર વિશે જણાવવાના છીએ જેના થકી તમે ટાઈમ પર ઇન્ટરનેટ વગર પણ મેઈલ કરી શકો છો. શું તમને ખબર છે કે તમે Gmail પર મેઇલ શેડ્યૂલ કરી શકો છો. આ મેઇલ Gmail ઇન્ટરનેટ વગર પણ આગળ મોકલી દે છે જે ટાઈમ પર તેને શેડ્યૂલ કરવામાં આવ્યો હોય.

સમયસર મેઇલ
તમને લાગશે કે અમે તમને જે જાણકારી આપી રહ્યા છીએ તે મજાક છે. પરંતુ અમે કોઈ મજાક કરી રહ્યા નથી. તમે નેટ વગર પણ મેઇલ કરી શકો છો. Google ના ઈમેલ પ્લેટફોર્મ Gmail નો ઉપયોગ કરો છો, તો તમે મેઈલ શેડ્યૂલ કરી શકો છો. મેઇલ શેડ્યૂલ કરવું એ તમારો મેઇલ ટાઈમ ટું ટાઈમ મોકલવા જેવો જ છે. જેને તમે લેપટોપમાં કે ફોનમાંથી પણ શેડ્યૂલ કરી શકો છો. કેવી રીતે કરશો શેડ્યૂલ આવો જાણીએ.

કેવી રીતે શેડ્યૂલ
મેઇલને કેવી રીતે શેડ્યૂલ કરશો તે તમને સવાલ થતો હશે. તમારે સૌથી પહેલા Gmail ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારો મેઇલ ટાઈપ કરવાનો રહેશે. તમે મેઇલ ટાઇપ કરી લો છો તો ત્યારબાદ તમારે જમણી બાજૂએ એક વિકલ્પ મળશે. આ વિકલ્પ પર તમને શેડ્યૂલ કરવાનો વિકલ્પ તમને મળી રહેશે. ત્યારબાદ તમારે હવે તમારે Pick Date અને Time પર ટેપ કરવાનું રહેશે. જે બાદ તમારે તારીખ અને સમયને સેટ કરવાનો રહેશે. ત્યાર બાદ તમારે સેન્ડ શેડ્યુલ પર ક્લિક કરવાનું રહેશે. અહિંયા મહત્વની વાત એ છે કે આજના સમયમાં મોટા ભાગના તમામ પ્રોફેશનલ ઇમેલ Gmail થકી થાય છે.