November 18, 2024

WhatsAppના સ્ટેટસ માટે આવી ગયું નવું ફીચર!

અમદાવાદ: WhatsApp આજના સમયમાં દરેક લોકો ઉપયોગ કરે છે. ઓછામાં ઓછા 200 કરોડ લોકો WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. WhatsAppમાં ઘણા લોકોને માત્ર સ્ટેટસ રાખવું પસંદ છે. જો તમને પણ પંસદ છે તો તમારા માટે અમે સારા સમાચાર લઈને આવ્યા છીએ.

ઉપયોગી ફીચર આવશે
આજના સમયમાં WhatsApp દરેક સ્માર્ટફોનની મૂળભૂત જરૂરિયાત બની ગયું છે. મોટા ભાગના લોકો પોતાની મહત્વની ફાઈલ શેર પણ WhatsAppમાં કરે છે. WhatsApp પ્લેટફોર્મ પર 200 કરોડથી વધુ લોકો યુઝ કરે છે. મેટા-માલિકીની કંપની તેના લાખો વપરાશકર્તાઓ માટે એક આકર્ષક સુવિધા લાવવા જઈ રહી છે. WhatsApp તેના યુઝર્સને સ્ટેટસ સેક્શનમાં એક નવું ફીચર આપશે.

આ પણ વાંચો: ગૂગલ ડૂડલે ભારતીય લોકશાહીનો સૌથી મોટો તહેવાર ઉજવ્યો

Vobetainfoએ આપી માહિતી
વોટ્સએપના આગામી અપડેટ્સ પર નજર રાખતી લોકપ્રિય વેબસાઈટ Wabateinfoએ WhatsAppના નવા ફીચરને લઈને માહિતી આપી છે. Android 2.24.9.23 અપડેટ માટે WhatsAppના બીટા પર WhatsAppનું નવું ફીચર આપવામાં આવશે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણના નવા સ્ટેટસ અપડેટ પર ઝડપી પ્રતિક્રિયા આપી શકશે. WhatsApp આગામી અપડેટ સાથે નવા ફીચર્સ રોલ આઉટ કરી શકવાની છે. સ્ક્રીનશોટ મુજબ, ઝડપી પ્રતિક્રિયા માટે જવાબ કોલમની જમણી બાજુએ હાર્ટ આઇકોન આપવામાં આવશે. ઝડપી પ્રતિક્રિયા માટે જવાબ કોલમની જમણી બાજુએ હાર્ટ આઇકોન આપવામાં આવશે. વોટ્સએપનું આ ફીચર મળતાની સાથે તમને ઈન્સ્ટાગ્રામ પર લાઈકનું ફીચર મળશે. તમને જણાવી દઈએ કે WhatsApp સતત અપડેટ લાવી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં ઘણા બધા એપડેટ આવી ગયા છે.