જામજોધપુરમાં પ્રેમિકાના વિયોગમાં યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, વિડીયો સોશ્યિલ મીડિયામાં કર્યો અપલોડ

જામનગર: જામજોધપુરમાં પ્રેમિકાના વિયોગમાં યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આપઘાત કરતા પહેલાં યુવકે વિડીયો બનાવી સોશ્યિલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વાડી વિસ્તારમાં રહેતા યુવકને પ્રેમિકા છોડીને ચાલી જતા ગળાફાંસો ખાધો હતો.

મૂળ રાણાવાવના ઠોયાણાં ગામના વતની નિતેશ કરસનભાઈ મકવાણા નામના યુવાને આપઘાત કર્યો હતો. જામજોધપુરના વાડી વિસ્તારમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. યુવાનને એક પરણિત મહિલા સાથે સબંધ હોય જે મહિલા છોડીને જતી રહેતા આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.