Year Ender 2024: રાજકારણમાં આ મહિલાઓ વર્ષ દરમિયાન રહી સૌથી વધુ ચર્ચામાં
Politics News 2024: મહિલાઓ દરેક ક્ષેત્રે પોતાનું નામ બનાવી રહી છે. જેમાં રાજકારણમાં પણ આજની નારી આગવા સ્થાન પર જોવા મળે છે. દેશ માટે તે ગૌરવ લેવા જેવી બાબત ચોક્કસ કહી શકાય. કંગનાની સાથે પ્રિયંકાએ લોકસભામાં એન્ટ્રી કરીને પોતાનું અલગ નામ બનાવ્યું છે. મહુઆ મોઇત્રાએ પણ ગૃહમાં વાપસી કરી હતી. આતિશી સિંહે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની પોતાની નવી ઓળખ બનાવી હતી.
આતિશી સિંહ
દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સિંહ આ વર્ષના ખૂબ ચર્ચામાં રહ્યા હતા. એક સમય માટે એવું લાગ્યું કે આમ આદમીની પાર્ટી માટે દિલ્હીની સરકાર ચલાવવી મુશ્કેલ બની જશે. આતિશીએ કેજરીવાલની ગેરહાજરીમાં દિલ્હી સરકારને સારી રીતે ચલાવી હતી.
કંગના રનૌત
બોલિવૂડમાં કંગના રનૌત સતત ચર્ચામાં રહેતી હતી. આ પછી તેણે રાજકારણમાં ઝંપલાવ્યું હતું. હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી તે જીતીને આવી અને સાંસદ બની હતી. તેની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમાદિત્ય હતા જેને તેણે હાર આપી હતી. જ્યારે તે રાજકારણમાં પ્રવેશ કરી રહી હતી તે સમયે ચર્ચા થઈ રહી હતી કે તે નહીં કરી શકે કે પછી તે કામ કરવા કરતા બફાટ વધારે કરશે. જોકે આ વાતને કંગનાએ બદલી દીધી હતી. હવે તે તમામ વિવાદોથી દૂર રહે છે અને લોકોનું જીવન સરળ રહે તે માટે પ્રયત્ન કરી રહી હોય તેવું જોવા મળે છે.
સ્વાતિ માલીવાલ
આતિશીની જેમ સ્વાતિ માલીવાલ પણ આ વર્ષે હેડલાઇન્સમાં રહી હતી. તેમનું વર્ષ મુશ્કેલીથી ભરેલું રહ્યું હતું. તે મહિલાઓ માટે અવાજ ઉઠાવતી રહે છે. તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. પરંતુ તેણે હાર માની ના હતી. અરવિંદ કેજરીવાલના પીએ બિભવ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
મહુઆ મોઇત્રા
TMC સાંસદ મહુઆ મોઇત્રાએ આ વર્ષે સંસદમાં શાનદાર પુનરાગમન કર્યું હતું. રાજકારણમાં સમાચારમાં રહી હતી. તેમના પર સંસદમાં પ્રશ્નો પૂછવા માટે તેમના હાઉસ આઈડી અને પાસવર્ડ કોઈની સાથે શેર કરવાનો આરોપ હતો.
આ પણ વાંચો:New Year-2025:યુપીમાં નવા વર્ષની ઉજવણી માટે મંદિરોમાં ઉમટી મોટી ભીડ
પ્રિયંકા ગાંધી
પ્રિયંકા નામ કંઈ નવું નથી. પ્રિયંકાને ચાર દાયકાથી તમામ લોકો જાણે છે. પ્રિયંકાએ વાયનાડમાં ચૂંટણી લડી અને ભાઈનો વારસો સંભાળ્યો હતો. રાહુલ અને પ્રિયંકા જ્યારે સંસદમાં પહોંચ્યા ત્યારે ગાંધી પરિવાર માટે ખાસ દિવસ હતો.