January 28, 2025

આ વર્ષે લોકોએ એલેક્સાને કેવા સવાલ કર્યા? આ રહ્યું લીસ્ટ

Year Ender 2024: એમેઝોનના વૉઇસ આસિસ્ટન્ટ એલેક્સાનો ઉપયોગ દુનિયાભરમાં કરવામાં આવે છે. એમેઝોને ભારતીયો દ્વારા સૌથી વધુ પૂછાતા સવાલોની યાદી શેર કરી છે. આ સવાલો એવા પૂછવામાં આવ્યા છે કે જેને જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. લોકોએ એલેક્સાને સેલિબ્રિટીઓની ઉંમર, ઊંચાઈ અને નેટવર્થ જેવા અટપટા સવાલ કર્યા છે.

જીવન સાથે સંબંધિત વસ્તુઓ જાણવા માટે પ્રશ્નો
એલેક્સા વિશ્વભરના લાખો લોકો ઉપયોગ કરે છે. લોકો અલગ અલગ પ્રકારે તેનો ઉપયોગ કરે છે. જેમાં શિક્ષણ, અંગત જીવન, વાનગીઓ અથવા રોજિંદા જીવન વિશે સવાલો કરવામાં આવે છે. હવે 2024નું વર્ષ પુર્ણ થવા જઈ રહ્યું છે. ત્યારે એમેઝોને આ વર્ષે એલેક્સાને ભારતીયો દ્વારા પૂછવામાં આવેલા કેટલાક સવાલોની યાદીને શેર કરી છે. આવો જાણીએ કે ભારતીયોએ આ વર્ષના શું કર્યા એલેક્સાને સવાલો.

આ પ્રશ્નો એલેક્સાને પૂછવામાં આવ્યા
“એલેક્સા, આગામી ક્રિકેટ મેચ ક્યારે છે?”
“એલેક્સા, ભારતની મેચ ક્યારે છે?”
“એલેક્સા, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ભારતનો સ્કોર શું છે?”
“એલેક્સા, ક્રિકેટ મેચ ક્યારે શરૂ થાય છે?”
“એલેક્સા, ક્રિકેટનો સ્કોર શું છે?”
એલેક્સા, ભારત VS દક્ષિણ આફ્રિકાનો સ્કોર શું છે?”

આ સેલેબ્સની ઉંમર પર પૂછવામાં આવ્યા સવાલ
નરેન્દ્ર મોદી
સલમાન ખાન
એમએસ ધોની
વિરાટ કોહલી
રિતિક રોશન
ટેલર સ્વિફ્ટ
શાહરૂખ ખાન
અમિતાભ બચ્ચન
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
રોહિત શર્મા

એલેક્સાને આ સેલેબ્સની ઊંચાઈ પૂછવામાં આવી
શાહરૂખ ખાન
વિરાટ કોહલી
અમિતાભ બચ્ચન
લિયોનેલ મેસ્સી
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો
કૃતિ સેનન
દીપિકા પાદુકોણ
રિતિક રોશન

આ પણ વાંચો: જાના થા જાપાન પહોંચે ચીન, રસ્તો ભૂલી ગઈ વંદેભારત, 90 મિનિટ લેટ

એલેક્સાને આ પણ કરવામાં આવ્યા આ સવાલ
સેલેબ્સની ઉંમર અને ઊંચાઈની સાથે બીજા પણ ઘણા સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં સેલેબ્સની ઉંમર કેટલી છે તેના પર સવાલો કરવામાં આવ્યા હતા. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, મુકેશ અંબાણી, મિસ્ટર બીસ્ટ, શાહરૂખ ખાન, જેફ બેઝોસ, લિયોનેલ મેસી, વિરાટ કોહલી, રતન ટાટા, બિલ ગેટ્સ, વિરાટ કોહલી, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, હાર્દિક પંડ્યા, સલમાન અને એલોન મસ્કનું નામ સામેલ છે. તેની સાથે શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, હૃતિક રોશન, દીપિકા પાદુકોણ અને એમએસ ધોનીનો સમાવેશ થાય છે.