December 19, 2024

Yashasvi Jaiswalની પોસ્ટ પર Surya Kumar કરી રમૂજી કોમેન્ટ

ICC T20 WC:  ભારતીય ટીમનો યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ T20 વર્લ્ડ કપ માટે ન્યૂયોર્ક પહોંચી ગયો છે. ન્યૂયોર્ક પહોંચીને તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં સૂર્યકુમાર યાદવે કોમેન્ટ કરી હતી.

કોમેન્ટ વાયરલ થઈ
સૂર્યકુમાર યાદવ હંમેશા તેના મજાકિયા મૂડના કારણે જાણીતા છે. જોકે સૂર્યકુમાર યાદવ મેદાનમાં જોરદાર બેટિંગ કરતા પણ જોવા મળી છે. સોશિયલ મીડિયા પર તે ફની રીલ્સ અને તસવીરો શેર કરતો રહે છે. જેમાં તેના ચાહકોને પણ મજા આવે છે. આ વચ્ચે સૂર્યકુમાર યાદવની એક કોમેન્ટ ખુબ વાયરલ થઈ રહી છે. વાત જાણે એમ હતી કે સૂર્યકુમાર યાદવે યશસ્વી જયસ્વાલના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. જેમાં યશસ્વી રસ્તા ઉપર ફરી રહ્યો હતો. સૂર્યકુમાર યાદવે કોમેન્ટમાં લખ્યું કે સંભાલ કે… ગાર્ડન મે ઘુમેગા તો પતા હૈ ના…જોકે આ પહેલા પણ એક કોમેન્ટ વાયરલ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Yashasvi Jaiswal (@yashasvijaiswal28)

આ પણ વાંચો: T20 World Cup 2024 પહેલા મુશ્કેલીમાં મૂકાઈ ઓસ્ટ્રેલિયન ટીમ, જાણો કારણ

ભારતીય ટીમ ICC ટ્રોફી
ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ માટે ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. જેમાં ભારતીય ટીમનો મુકાબલો કેનેડા, યુએસ, પાકિસ્તાન સાથે થશે. ભારતીય ટીમ આ ઈવેન્ટ માટે પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને ન્યૂયોર્કમાં આયર્લેન્ડ સામે કરશે. ભારતીય ટીમે વર્ષ 2007માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સમયે ધોનીની કેપ્ટન્સીમાં આ T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ બાદ ટીમ ઘણી વખત સેમીફાઈનલમાં પહોંચી હતી. પરંતુ દર વખતે નિરાશા મળી હતી.