યશસ્વી જયસ્વાલે બનાવી દીધો ખાસ રેકોર્ડ, કોહલી રોહિત પણ થયા નિષ્ફળ

Yashasvi Jaiswal: રાજસ્થાનની ટીમ આ સિઝનમાં આઈપીએલમાં કંઈ ખાસ કરી શકી નથી. પરંતુ પહેલેથી ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ સારું રમી રહ્યો છે. 4 મેચમાં તેણે 3 વાર 50 રનનો આંકડો પાર કર્યો છે. ગઈકાલની મેચમાં ભલે રાજસ્થાનની ટીમની હાર થઈ હોય પરંતુ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એક ખાસ રેકોર્ડ બનાવી લીધો છે. રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ આવું કરવામાં સફળ થયા નથી.

આ પણ વાંચો: કેએલ રાહુલ કરી રહ્યો છે જોરદાર પ્રેક્ટિસ, બેટના કરી દીધા ટૂકડા

જયસ્વાલે પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા
IPLમાં પાવર પ્લે દરમિયાન સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ બની ગયો છે. અત્યાર સુધીમાં તેણે 15 છગ્ગા ફટકાર્યા છે. પાવરપ્લે એટલે પહેલી છ ઓવરમાં ફટકારવામાં આવેલા છગ્ગા. આ રેકોર્ડમાં પહેલા પ્રથમ પ્રિયાંશ આર્ય હતો. હવે તે બીજા સ્થાને અને જયસ્વાલ પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. મિશેલ માર્શ ત્રીજા સ્થાન પર છે. યશસ્વી જયસ્વાલે બેંગલુરુ સામે 49 રનની ઇનિંગ રમી હતી. ઓનલી એક રનથી તે સદીથી ચૂકી ગયો હતો.