યશસ્વી જયસ્વાલ પાસે નંબર વન બનવાની તક
Yashasvi Jaiswal: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ શરૂ થઈ ગઈ છે. જેમાં પહેલી મેટમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે. સિરીઝની બીજી મેચ 27 ના કાનપુરમાં રમાવાની છે. આ મેચ માટે બંને ટીમ થોડા જ દિવસમાં કાનપુરમાં પહોંચી જશે. પહેલી મેચમાં ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલના બેટનો જાદુ જોવા મળ્યું ન હતું.
પ્રદર્શન કરી શક્યું ન હતું
ભારતીય ટીમે 280 રને જીતી લીધી હતી. સિરીઝની બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાવાની છે. આ માટે બંને ટીમ ટૂંક સમયમાં ત્યાં પહોંચી જશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ઈંગ્લેન્ડનો જો રૂટ છે. જેમાં તેણે 16 મેચની 29 ઇનિંગ્સમાં 1398 રન બનાવ્યા છે. ભારતનો ખેલાડી જયસ્વાલ બીજા સ્થાન પર છે. અત્યાર સુધી તેણે 10 ટેસ્ટની 18 ઇનિંગ્સમાં 1094 રન બનાવ્યા છે. તેને હવે 300 જેવા રન બનાવવા પડશે. હજૂ કાનપુર ટેસ્ટ બાકી છે અને જયસ્વાલ પાસે પણ એક દાવ બાકી છે. જો આ સમયે તેનું પ્રદર્શન સારું રહેશે તો રૂટ પાછળ રહી શકે છે.
આ પણ વાંચો: વિરાટે અશ્વિન સામે માથું કેમ નમાવ્યું?
મોટી ઇનિંગ્સ રમવી પડશે
યશસ્વી જયસ્વાલ માટે હજૂ એક તક આવી રહી છે. આ સમયે યશસ્વી જયસ્વાલ નંબર વન પર આવી શકે છે. જયસ્વાલે બાંગ્લાદેશ સામેની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 56 રન બનાવ્યા હતા. અહીં તે 17 બોલમાં માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. હવે જોવાનું એ રહે છે કે બીજી ટેસ્ટમાં તેનું પ્રદર્શન કેવું રહે છે.