રાજસ્થાનની હારનો સૌથી મોટો ખલનાયક બન્યો આ ખેલાડી, ટીમને બરબાદ કરી દીધી

Yashasvi Jaiswal: રાજસ્થાન રોયલ્સ ટીમે વધુ એક IPL મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ મેચમાં યશસ્વી જયસ્વાલને સીધા જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. કારણ કે તે ચોગ્ગા અને છગ્ગાનો પીછો કરતા શરૂઆતમાં જ પોતાની વિકેટ ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: IPLના સૌથી મોંઘા ખેલાડી પરથી ટીમનો જ વિશ્વાસ ઉઠી ગયો! ત્રણ વિકેટ પડ્યા પછી પણ ના આવ્યો બેટિંગ કરવા

યશસ્વી જયસ્વાલને 18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા
યશસ્વી જયસ્વાલને રાજસ્થાન રોયલ્સે 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. લોકોને એવી અપેક્ષા હતી કે યશસ્વી જયસ્વાલ પોતાની ટીમને સારી શરૂઆત આપશે. પરંતુ એવું એવું થયું નહીં. જ્યારે રાજસ્થાન રોયલ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પોતાની પહેલી મેચ રમવા માટે ઉતર્યા ત્યારે જયસ્વાલ માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા. ટીમ આ મેચ હારી ગઈ. બીજી મેચમાં જ્યારે રાજસ્થાનનો સામનો KKR સાથે થયો હતો. જયસ્વાલ ફક્ત 29 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.